‘મારી ગેરંટી ન રાખો’ એવું કહેનારા જયંત પાટીલે બારામતીમાં જ ખુલાસો કર્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીસી (એસપી)જૂથના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલના પક્ષપલટા અંગેની ચર્ચાઓ તેજ બની છે, ત્યારે જયંત પાટીલ શરદ પવારને મળવા બારામતી પહોંચ્યા હતા. આનાથી બીજી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. 2023માં એનસીપીમાં ભાગલા પડ્યા પછી પણ જયંત પાટીલે પવારનો સાથ છોડ્યો નહોતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં જયંત પાટિલ અને રોહિત પવાર વચ્ચે સુષુપ્ત રાજકીય સંઘર્ષની ચર્ચા ધીમા અવાજે થઈ રહી છે.
Also read : ઘાટકોપરના નાગરિકોને આગામી ૧૦ દિવસ પાણી ઉકાળીને પીવાની બીએમસીની સલાહ
ત્યારબાદ એવી ચર્ચા થઈ હતી કે તેઓ ટૂંક સમયમાં અજિત પવાર સાથે જોડાઈ જશે. શુક્રવારે બારામતીમાં જયંત પાટીલ શરદ પવારને મળ્યા હતા. ત્યારબાદ, મીડિયા સાથે વાત કરતાં તેમણે ઘણી બાબતો પર ટિપ્પણી કરી હતી. આ વખતે, તેમણે તેમના નિવેદન, ‘મારી ગેરંટી ન રાખો, મારું કંઈ પાક્કું કહેવાય નહીં’ પર શરૂ થયેલી ચર્ચાઓ પર પણ સ્પષ્ટ ખુલાસો કર્યો હતો.
હું નારાજ નથી, મને બોલવામાં ફસાવી દેવામાં આવે છે. કૃપા કરીને મેં આપેલા ભાષણના સંદર્ભ પર એક નજર નાખો. શક્તિપીઠ રોડ સામે વિરોધ કરવા આવેલા લોકોને સંબોધતાં મેં કહ્યું હતું કે સમય જતાં, જ્યારે લોકોને વધારાનું વળતર મળે છે, ત્યારે તેઓ તે લઈ લે છે અને ચૂપ બેસી જાય છે. રાજુ શેટ્ટીએ આ વખતે આંદોલનનો ધ્વજ હાથમાં લીધો હોવાથી હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આમ એ વાત મજાકનો એક ભાગ હતો. તમે તમારો વિરોધ ચાલુ રાખો, હું તમારા વિરોધને સમર્થન આપું છું, એમ મેં કહ્યું હતું. એક કલાકમાં, મેં મીડિયાને સ્પષ્ટતા પણ કરી હતી.
તેથી, હવે એવું લાગે છે કે બધા મીડિયાએ મને ગમે તે રીતે ક્યાંક ધકેલી દેવાનું નક્કી કર્યું છે, એવા શબ્દોમાં જયંત પાટીલે પોતાની નારાજી વ્યક્ત કરી હતી. અમે બધા એક પરિવારના સભ્યો છીએ. ફક્ત એકબીજાને સંકેત આપતા રહેતા નથી. અમારી પાર્ટી શરદ પવારના નેતૃત્વ હેઠળ છે. આજે અમે હાર્યા છીએ. અમારા ચૂંટાયેલા લોકોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ સભ્યો ઓછા હોવા છતાં મહારાષ્ટ્રમાં લાખો લોકો એવા છે જે પવાર સાહેબને પ્રેમ કરે છે. ગમે તે હોય, અમે પક્ષના હિતમાં સામૂહિક રીતે નિર્ણય લઈશું.
Also read : Good News: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે મિસિંગ લિંકનું ઓગસ્ટ સુધી થશે પૂરું…
જયંત પાટીલે એમ પણ કહ્યું હતું કે અહીં રહેવું કે ત્યાં જવું આ મુદ્દા પર એકલા જવાના મુદ્દો ચર્ચા યોગ્ય પણ નથી અને આવું થશે પણ નહીં. મારા બધા પક્ષો સાથે સારા સંબંધો છે. મેં પવાર સાહેબ પાસેથી શીખ્યું છે કે રાજકારણમાં બધા સાથે સંબંધો સારા હોય છે અને તેને કેવી રીતે જાળવી રાખવા. તેથી જ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે, ‘જયંત પાટિલને સાથે રાખવાની ઈચ્છા બધાને થાય એ યોગ્ય જ છે.’