દાદર સ્ટેશન પર મહિલાનો વિનયભંગ: પ્રવાસીઓએ દારૂડિયાને મેથીપાક ચખાડ્યો

મુંબઈ: દાદર રેલવે સ્ટેશન પર દારૂના નશામાં મહિલાનો વિનયભંગ કરનારા યુવકને પ્રવાસીઓએ પકડી પાડી મેથપાક ચખાડ્યો હતો. યુવકને બાદમાં રેલવે પોલીસને હવાલે કરવામાં આવતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
આરોપીની ઓળખ હમિદુલ્લા મુખ્તાર શેખ તરીકે થઇ હતી, જે કુર્લાના ઇન્દિરાનગરમાં રહેવાસી છે. શેખ મૂળ ઝારખંડનો વતની છે અને નાના-મોટા કામ કરે છે.
આપણ વાંચો: ઉલ્હાસનગરમાં સેલ્ફી લેવાને બહાને ત્રણ બાળકીનો વિનયભંગ: નરાધમ પકડાયો…
પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત મહિલા બુધવારે સાંજે દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-8 પર ટ્રેનની રાહ જોતી ઊભી હતી. પ્લેટફોર્મ પર ગિરદી હોવાથી તેનો લાભ લઇ આરોપીએ મહિલાનો વિનયભંગ કર્યો હતો.
મહિલાએ બૂમાબૂમ કરી મૂકતાં આરોપી ત્યાંથી ભાગવા લાગ્યો હતો. જોકે પ્રવાસીઓએ તેને પકડી પાડ્યા બાદ મેથીપાક ચખાડ્યો હતો. આરોપી દારૂના નશામાં હતો અને પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.