IPL 2025ની 10 ટીમમાંથી 9ના કેપ્ટન ભારતીય; જુઓ તમામ ટીમોના કેપ્ટનનું લીસ્ટ

મુંબઈ: IPLની 18મી સિઝનની શરૂઆત 22મી માર્ચથી શરુ થશે, આજે સવારે દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી ટીમના કેપ્ટન તરીકે અક્ષર પટેલ(Axar Patel)ના નામની જાહેરાત કરી. આ સાથે જ IPL 2025 માં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન નક્કી થઇ ગયા છે.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં મેગા ઓક્શન પછી, મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓએ ટીમના કેપ્ટનના નામ જાહેર કર્યા હતાં, પરંતુ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ હશે તે અંગે સસ્પેન્સ રહ્યું હતું. કેએલ રાહુલના કેપ્ટન બનવાની ચર્ચા પણ થઈ હતી. અંતે ફ્રેન્ચાઇઝીએ અક્ષર પટેલને કેપ્ટન બનાવ્યો.
આપણ વાંચો: IPL 2025: દિલ્હી કેપિટલ્સે આ ભારતીય ઓલરાઉન્ડરને કેપ્ટન બનાવ્યો, જાણો IPLમાં કેવું રહ્યું છે પ્રદર્શન
આ ટીમોઅન કેપ્ટન ભારતીય:
IPL 2025 માં ભાગ લઈ રહેલી તમામ 10 ટીમોમાંથી 9 ટીમોના કેપ્ટન ભારતીય છે. માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન વિદેશી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)નો કેપ્ટન પેટ કમિન્સ (Pat Cummins) ઓસ્ટ્રેલિયન છે.
IPLમાં ભારતીય કેપ્ટન:
આ ઉપરાંત, પંજાબ કિંગ્સે (PBKS) આ સિઝન માટે શ્રેયસ ઐયર(Shreyas Iyer) ને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે (MI) હાર્દિક પંડ્યા(Hardik Pandya)ને કેપ્ટન બનાવ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ની ટીમ આ સિઝનમાં ઋષભ પંત(Rishabh Pant)ની આગેવાની હેઠળ રમશે, જ્યારે ગુજરાત ટાઇટન્સ(GT)ની કેપ્ટનશીપની જવાબદારી શુભમન ગિલ(Shubhman Gill)ના હાથમાં રહેશે.
આપણ વાંચો: IPL 2025 ના પહેલા હાફમાં આ સ્ટાર ખેલાડીઓ નહીં રમી શકે! આ ફ્રેન્ચાઈઝીઓની ચિંતા વધી…
IPLની છેલ્લી ઘણી સીઝનથી રાજસ્થાન રોયલ્સ(RR)ની કેપ્ટનશીપ સંજુ સેમસન(Sanju Samson)ના હાથમાં છે. આ સિઝનમાં RCBની કમાન યુવા ખેલાડી રજત પાટીદાર(Rajat Patidar)ના હાથમાં હશે. ઋતુરાજ ગાયકવાડ(Rituraj Gaikwad) ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ની આગેવાની કરશે, તેને ગત સિઝનમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સ(KKR) અનુભવી અજિંક્ય રહાણે(Ajinkya Rahane)ને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.