ઇન્ટરનેશનલ

પેલેસ્ટાઇન તરફી યહૂદી કાર્યકર્તાઓએ ટ્રમ્પ ટાવરને બાનમાં લીધું, 100 લોકોની ધરપકડ

ન્યુ યોર્ક: અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી(Columbia University)માં પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનોમાં ભાગ લેનારા વિદ્યાર્થી સામે પગલા ભરવામાં આવી રહ્યા છે. ગયા અઠવાડિયે પેલેસ્ટિનિયન અધિકાર કાર્યકર્તા અને કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી મહમૂદ ખલીલ(Mahmoud Khalil)ની અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સામે કોલંબિયામાં યુનિવર્સીટીના વિદ્યાર્થીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પેલેસ્ટાઇન તરફી યહૂદીઓએ ગુરુવારે ટ્રમ્પ ટાવર(Trump Tower)ની બહાર પ્રદર્શન કર્યું હતું અને ઘણા પ્રદર્શનકરીઓ ટ્રમ્પની અંદર ઘુસી ગયા હતાં.

પેલેસ્ટાઇન પર ઇઝરાયેલના ગેરકાયદે કબજા અને નિર્દોષ પેલેસ્ટીનીયન નાગરિકોની હત્યાનો વિરોધ કરતા સંગઠન જ્યુઈસ વોઈસ ફોર પીસ(Jews Voice for Peace)ના કાર્યકર્તાઓ મેનહટનમાં આવેલા ટ્રમ્પ ટાવર સામે વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતાં. પેલેસ્ટાઇન તરફી યહૂદી કાર્યકર્તાઓ કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી મહમૂદ ખલીલની અટકાયતનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા લગભગ 100 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો…યુદ્ધ અટકવવા પ્રયાસ કરવા બદલ પુતીને મોદી અને ટ્રમ્પનો આભાર માન્યો; જાણો શું કહ્યું

ઇઝરાયેલનો વિરોધ:
પ્રદર્શનકારીઓ ટ્રમ્પ ટાવરની ગોલ્ડન લોબીમાં પહોંચ્યા હતાં અને નારા લગાવ્યા હતાં. અહેવાલ મુજબ, આ સમય દરમિયાન લોકો સ્લોગન લખેલી ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા જેના પર “Not in our name” અને “Stop Arming Israel” જેવા સૂત્રો લખેલા હતા. પ્રદર્શનકારીઓએ “Free Palestine”, “Whole world is watching” અને “Release Mahmoud Khalil ” જેવા નારા પણ લગાવ્યા. ન્યૂ યોર્ક પોલીસ વિભાગ અનુસાર, 98 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ, ટ્રમ્પ વહીવટીતંત્રે કોલંબિયા યુનિવર્સિટીના પેલેસ્ટિનિયન કાર્યકર્તા ખલીલ સામે મોટી કાર્યવાહી કરી હતી અને તેનું ગ્રીન કાર્ડ રદ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button