આપણું ગુજરાત

ફાગણ મહિનામાં ‘ચૈત્ર’નો માહોલઃ રાજ્યનાં ૯ જિલ્લામાં હીટવેવની આગાહી…

અમદાવાદ: ગુજરાતમાં હોળી પૂર્વે જ ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં આકરી ગરમી પડવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેથી નાગરિકોએ ગરમીથી બચવા જરુરી પગલા ભરવાનો પણ અનુરોધ કર્યો છે.

Also read : ગુજરાતમાં ક્યારથી ગરમીમાં થશે ઘટાડો? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

9 જિલ્લામાં હીટવેવની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં ૯ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં પોરબંદર, ભાવનગર તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર,કચ્છ, મોરબી, બનાસકાંઠા તેમજ સુરત જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

Also read : Gujarat ના ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા 15 માર્ચ સુધી નોંધણી કરાવી શકશે, કેન્દ્ર સરકારે ભાવ જાહેર કર્યા

ભુજમાં 42 ડિગ્રીનું તાપમાન
ગુજરાતમાં આ વર્ષે માર્ચ મહિનાથી જ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા એકથી ૭ ડિગ્રી વધુ નોંધાયું છે. ત્યારે રાજ્યમાં રેડ એલર્ટની આગાહીની વચ્ચે રાજ્યમાં ૪૨ ડિગ્રી સાથે ભુજમાં મહત્તમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં ૪૨.૮ સેલ્સિયસ., રાજકોટ અને સુરેન્દ્રનગરનું તાપમાન ૪૧.૭ સે., અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૦.૪ સે., નલિયામાં ૪૦.૨ સે., કેશોદમાં ૪૦.૮ સે. તે મજ ભાવનગરનાં મહુવા ૪૦.૪ સે. તાપમાન નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button