રીતિક રોશનના ફેન્સ માટે માઠા સમાચારઃ વૉર-2ની રિલિઝ ડેટ આ કારણે પાછળ જશે

War 2 Shooting: રીતિક રોશન અત્યારે જૂનિયર NTR સાથે વોર 2 નું શૂટિંગ કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. પરંતુ ફેન્સ માટે અત્યારે માઠા સમાચાર સામે આવ્યાં છે. શૂટિંગ દરમિયાનરીતિક રોશન ઘાયલ થયો છે. વોર 2 ના શૂટિંગમાં આ ઘટના બની હોવાના કારણે શૂટિંગનું કામ અત્યારે રોકી દેવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જેથી ફિલ્મ રિલીઝ થવામાં પણ હવે વધારે સમય લાગશે તેવું સૂત્રો કહીં રહ્યાં છે.
ફિલ્મ વોર 2 માં ભરપૂર એક્શન જોવા મળશે
લોકો અત્યારે એક્શન ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે, વોર 2 માં ભરપૂર એક્શન હોવાથી હશે એવું મેકર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું. જેથી લોકોના ઉત્સાહ વધારો થયો હતો. પરંતુ લોકોને હજી પણ આ ફિલ્મ માટે રાહ જોવી પડશે. કારણે શૂટિંગ દરમિયાનરીતિક રોશન ઘાયલ થયો હોવાની અત્યારે શૂટિંગને રોકી દેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ઋતિક રોષનને પગમાં ઇજા પહોંચી છે. અત્યારે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહીં છે. તબીબોનું કહેવું છે કે, ઋતિકને સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થવામાં એક મહિનો લાગી શકે છે.
રીતિક રોશનના ફેન્સ માટે માઠા સમાચારઃ વૉર-2ની રિલિઝ ડેટ આ કારણે પાછળ જશે રીતિક ઘાયલ થયો હોવાથી ફિલ્મનું શૂટિંગ અત્યારે રોકી દેવામાં આવ્યું
ફિલ્મના ચાહકો માટે સારા સમાચાર એ છે કે, મેકર્સ દ્વારા એવી કાઈ જાહેરાત નથી કરવામાં આવી કે ફિલ્મ મોડી આવશે કે વહેલી! રિલીઝ તારીખમાં કોઈ ફેરફાર કરાયાના અહેવાલ સામે આવ્યાં નથી. પરંતુ હા ફિલ્મનું શૂટિંગ અત્યારે રોકી દેવામાં આવ્યું છે. રીતિક રોશનને પણ ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી છે, અને સાથે સાથે ફરી આવું કોઈ જોખમ લેવાની પણ ના પાડી છે.
આ પણ વાંચો…જ્યારે Aamir Khan સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે કિરણ રાવના પરિવારને બીક લાગી હતી…
વોર 2 માટે ગીતના શૂટિંગ દરમિયાનરીતિક રોશન થયો ઘાયલ
મીડિયા અહેવાલ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે,રીતિક રોશન અને જૂનિયર NTR વોર 2 માટે ગીતનું શૂટિંગ કરી રહ્યાં હતાં તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે, હવે આ ગીતનું શૂટિંગ પાંચમા મહિનામાં શરૂ કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મની વાત કરવામાં આવે તો, વોર 2 ફિલ્મ 14 ઓગસ્ટ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, વોર 2 સિદ્ધાર્થ આનંદની એક્શન ફિલ્મ વોરની સીક્વલ છે. જેમાં રીતિક રોશન દિગ્ગજ અભિનેતા જૂનિયર NTR સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે.