આમચી મુંબઈ

બદલાપુર એન્કાઉન્ટર: માતા-પિતાની શંકાને પગલે એફઆઈઆર જરૂરી હતી…

મુંબઈ: બદલાપુર શાળાના યૌન શોષણ કેસના આરોપીની કથિત એન્કાઉન્ટરમાં હત્યા અંગે આરોપીના માતા-પિતા દ્વારા શંકા વ્યક્ત કરતી લેખિત માહિતી રજૂ કરવામાં આવ્યા બાદ એફઆઇઆર નોંધાવવી જોઇતી હતી એમ સિનિયર એડવોકેટ મંજુલા રાવે આજે બોમ્બે હાઇ કોર્ટને જણાવ્યું હતું. આ કેસમાં અદાલતને મદદરૂપ થવા રાવની એમિકસ ક્યુરી (કોર્ટના મિત્ર) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

એક સ્કૂલના શૌચાલયની અંદર બે સગીર છોકરીઓ પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં આરોપી અક્ષય શિંદેની ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી, અક્ષય સ્કૂલમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. 23 સપ્ટેમ્બરે તલોજા જેલમાંથી પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે કથિત એન્કાઉન્ટરમાં તેની હત્યા કરવામાં આવી હતી.

આપણ વાંચો: બદલાપુર યૌન શોષણઃ આરોપીના માતા-પિતા હવે દીકરાનો કેસ લડવા માગતા નથી, જાણો કેમ?

રાવે ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની ખંડપીઠને જણાવ્યું હતું કે આ ઘટના બાદ શિંદેના માતા-પિતાએ સ્થાનિક પોલીસને લેખિત માહિતી આપી હત્યા અંગે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે કથિત એન્કાઉન્ટરના સંદર્ભમાં એડીઆર (આકસ્મિક મૃત્યુનો અહેવાલ) નોંધ્યો હતો અને પછી તપાસ રાજ્યની સીઆઈડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

રાવે અદાલતને જણાવ્યું હતું કે એડીઆર સીઆઇડીને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો ત્યારે જ તેમને શિંદેના માતા-પિતા દ્વારા અન્ય દસ્તાવેજો સાથે રજૂ કરવામાં આવેલી લેખિત માહિતી મળી હોવી જોઈએ અને એના આધારે એફઆઇઆર નોંધવી જોઇતી હતી.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button