આમચી મુંબઈ

ન્યુયોર્ક જઈ રહેલી Air Indiaની ફ્લાઈટ મુંબઈ પરત ફરી; જાણો શું હતું કારણ

મુંબઈ: આજે મુંબઈથી ટેક ઓફ કરીને ન્યુયોર્ક જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ પરત મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ધમકી મળવાને કારણે એર ઇન્ડિયાની AI119 ને સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરવાની ફરજ પડી (Security threat to Air India Flight) હતી, ફ્લાઇટે સવારે 10:25 વાગ્યે લેન્ડીંગ કર્યું હતું. એર ઇન્ડિયાએ કહ્યું કે સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે અને એરલાઇન અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને માહિતી આપી છે કે ફ્લાઇટ હવે 11 માર્ચ, 2025 ના રોજ સવારે 5 વાગ્યે મુંબઈથી ન્યુયોર્ક માટે ટેક ઓફ કરશે. એરલાઈન દ્વારા તમામ મુસાફરોને સ્ટે, ફૂડ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવશે. એર ઇન્ડિયાએ કહ્યું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા એ તેમની પ્રાથમિકતા છે.

આ પણ વાંચો…Good News: દિલ્હી-બેંગલુરુ માફક મુંબઈમાં પણ શરૂ થશે બાઇક ટેક્સી!

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, એરલાઈનના કર્મચારીઓ મુસાફરોને થયેલી અસુવિધાને ઓછી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. એર ઇન્ડિયા મુસાફરો અને ક્રૂની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

અહેવાલ અનુસાર ડાયવર્ટ કરવામાં આવેલી ફ્લાઈટમાં 303 મુસાફરો અને 19 ક્રૂ મેમ્બર્સ હતાં. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ન્યૂયોર્કના જોન એફ કેનેડી એરપોર્ટ પહોંચવામાં સામાન્ય રીતે લગભગ 15 કલાક લાગે છે. ફ્લાઇટ અઝરબૈજાનના એર ઝોનમાં હતી ત્યાર અચાનક માર્ગ બદલ્યો હતો અને મુંબઈ પરત ફરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button