સુરત

Surat એરપોર્ટ પરથી શિયાળ અને બિલાડી પકડાયા,  વન વિભાગે 5 પાંજરા મૂક્યા

સુરત: સુરત(Surat)ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વે પાસે એર સાઈડ એરિયામાં એક સાથે બે શિયાળ દેખાતા એરપોર્ટના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં. ફ્લાઈટ લેન્ડ કે ટેકઓફ કરતી વખતે કોઈ સમસ્યા નહી સર્જાય માટે એર સાઈડ એરિયામાં પાંચ પાંજરા મુકી દેવાયા હતાં. આ દરમિયાન શિયાળની સાથે એક બિલાડી પણ પકડાઈ હતી.

એર સાઈડ એરિયામાં વધારાના ત્રણ પાંજરા મૂક્યા હતા

સુરત એરપોર્ટના રન-વેની આસપાસના વિસ્તારમાં ઉગી નીકળેલા ઘાસમાં એરપોર્ટના કોઈ કર્મચારીને આ શિયાળ દેખાયા હોવાનું જાણવા મળ્યું હતું. શિયાળ દેખાયાની વાતને એરપોર્ટ ઓથોરિટીએ ગંભીરતાથી લઈ તાબડતોડ ઘાસ કાપવા સૂચના આપી હતી. બીજી બાજુ પ્રાણી પકડવા માટે એરપોર્ટ પર રાખવામાં આવતા બે પાંજરા રન-વેના એન્ડીંગ તરફ ગોઠવી દેવાયા હતા. આ મામલે તાત્કાલિક વન વિભાગને પણ જાણ કરાઈ હતી. વન વિભાગના અધિકારીઓએ એર સાઈડ એરિયામાં વધારાના ત્રણ પાંજરા મૂક્યા હતા.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર 56 કરોડનો ગાંજો પકડાયો: પાંચ પ્રવાસીની ધરપકડ

આ અંગે એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળતી માહિતી પ્રમાણે, એરપોર્ટ પર સાવચેતીના પગલે પ્રાણીઓ પકડવા માટે આ પ્રકારના પાંજરા મૂકવામાં આવતા હોય છે. વીઆઈપી મૂવમેન્ટને ધ્યાનમાં રાખી વધારાના ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા હતા. જેમાં એક શિયાળ સાથે બિલાડી પકડાઈ હતી.

5 વર્ષની વયનું શિયાળ પાંજરામાં આવતા જંગલમાં છોડી મુક્યું

સુરત વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ પરિસરમાં કોઈ પ્રાણી દેખાયાનો કોલ મળતા વનવિભાગની ટીમો જ્યાં ઘાસ, ઝાડી ઝાંખરીઓ છે ત્યાં 5 પાંજરા મૂક્યા હતાં. વન વિભાગના બીટ ગાર્ડ દ્વારા રાત્રે પણ આ પ્રાણી પકડવા પ્રયાસ કરાયો હતો. 5 પૈકી એક પાંજરામાં 5 વર્ષની વયનું શિયાળ આવતાં તેને વન વિભાગની ટીમે જંગલમાં છોડી મુક્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button