ગાંધીનગર

ગુજરાતના 56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર તળિયે પહોંચ્યું, સરકારે સ્વીકાર કર્યો

ગાંધીનગર: માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં ઘટી રહેલા ભૂગર્ભજળની સ્થિતિ એક મોટી સમસ્યા છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશ માટે ભૂગર્ભજળ એક અમૂલ્ય સંસાધન છે, પણ ઘટતા ભૂગર્ભજળ દેશ માટે મોટી સમસ્યાનો નિર્દેશ કરે છે.

હકીકતમાં ભૂગર્ભ જળ પર આપણું જીવન, ખેતી સહિતની બાબતો નિર્ભર છે. તેની સીધી અસર કૃષિ ઉત્પાદકતા પર જોવા મળે છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા જળસંચય અંગેના ચર્ચામાં ગુજરાતમાં ભૂગર્ભજળનાં સ્તરની સ્થિતિ અંગે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ માહિતી આપી હતી.

આપણ વાંચો: જળસંકટઃ મરાઠવાડાના ૭૬માંથી ૫૧ તાલુકામાં ભૂગર્ભજળનું સ્તર નીચે ગયું

56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર નીચું

જળસંચય અંગેના બિન સરકારી સંકલ્પની ચર્ચા દરમિયાન જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભૂગર્ભ જળની ઉપલબ્ધિ પણ સમગ્ર રાજ્યમાં એક સમાન નથી. વર્ષ 2024ની ભૂગર્ભ જળ અંદાજ ગણતરી મુજબ ગુજરાતના 22 તાલુકા ઓવર-એક્સ્પ્લોઈટેડ, 10 તાલુકા ક્રિટિકલ અને 24 તાલુકા સેમી-ક્રિટિકલ મળીને કુલ 56 તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર નીચા જઇ રહ્યા છે તેમજ ભૂગર્ભ જળ આવરો પણ ઘટી રહ્યો છે.

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાનો ટાર્ગેટ

વિધાનસભામાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે જળસંચય – જનભાગીદારી અભિયાન અંગે બિન સરકારી સંકલ્પ રજૂ કર્યો હતો. તેની ચર્ચામાં જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, જળસંચયને પ્રોત્સાહન આપવા માટે 2047 સુધીમાં રાજ્યના 50 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે.

આપણ વાંચો: ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 24 રાજ્યોનું ભૂગર્ભજળ પ્રદૂષિત, NGTએ ફટકારી નોટિસ

પડકારો સામે ટકવા જળસંચય સૌથી વધુ આવશ્યક

ગુજરાતના મહત્તમ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ માટે 70 ટકાથી 90 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. પરિણામે ખેડૂતો ફૂવારા અને ટપક જેવી સિંચાઈ પદ્ધતિઓ બહોળા પ્રમાણમાં અપનાવવા લાગ્યા છે.  

ભૂગર્ભ જળ લેવલ નીચા જવાની આ વિપરીત અસરો કહો કે વધતા પડકારો સામે ટકી રહેવા માટે જન ભાગીદારી થકી જળસંચય અતિ આવશ્યક છે. ભારત સરકારે આ બાબતને અગ્રતા આપીને, ભૂગર્ભ જળમાં વધારો થાય તે માટે અટલ ભૂજલ યોજના અમલમાં મૂકી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button