ભાજપે વિવિધ નગરપાલિકામાં હોદ્દેદારોની કરી વરણી, જુઓ લિસ્ટ

અમદાવાદ: ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે મંગળવારે યોજાઈ હતી. જેમાં જૂનાગઢ મેયર અને 68 નગરપાલિકા પ્રમુખોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મહા નગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી હતી, બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં દ્વારકા નગરપાલિકાના પ્રમુખ: કોમલ ડાભી, ઉપપ્રમુખ: સંજય માણેક અને કારોબારી ચેરમેન: પરેશ જાખરીયાની પસંદગી થઈ હતી. કોડીનાર નગરપાલિકાના પ્રમુખ તરીકે આબીદાબહેન નકવી, ઉપપ્રમુખ તરીકે શીવાભાઈ હમીરભાઈ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે વિવેક મેરની નિમણૂક થઈ હતી.
આ પણ વાંચો: નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી, જુનાગઢને મળશે મેયર
તે જ પ્રમાણે બોટાદ નગર પાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબહેન જોટાણીયા, ઉપપ્રમુખ: નિરુબહેન ત્રાસડીયા, કારોબારી ચેરમેન: જયશ્રીબહેન જ્યારે ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેર, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ પદે બહેનાબહેન ચુડાસમા, માંગરોળ નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રિષ્ણાબહેન થાપલિયા, માણાવદર નગરપાલિકાના પ્રમુખ: જીતુ પનારા, બાટવા નગરપાલિકાના પ્રમુખ: સુનીલ જેઠવાણી, વિસાવદર નગરપાલિકાના પ્રમુખ: રક્ષાબહેન મહેતા, વંથલી નગરપાલિકાના પ્રમુખ: રાકેશ ત્રાંબડિયા ધોરાજી નગરપાલિકાના પ્રમુખ: સંગીતાબેન બારોટ ભચાઉ નગરપાલિકાના પ્રમુખ: પેથા રાઠોડ, થાન નગરપાલિકાના પ્રમુખ: પ્રદ્યુમનસિંહ રાણા, રાપર નગરપાલિકાના પ્રમુખ: ચાંદ ઠક્કર, બોરીયાવી નગરપાલિકાના રમીલાબેન ભોઇ અને ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પદે પેથા રાઠોડની પસંદગી કરાઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતની માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ ભાજપનું શાસન, બસપાના ચાર ઉમેદવારોએ ટેકો આપ્યો…
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ પણ જાહેર કરાયા હતા, જેમાં લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ: ડૉ. કીર્તિ પટેલ અને બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ: ગાયત્રીબહેન ત્રિવેદી, સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ: નિશાબહેન મોદી, બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ: મનીષ પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ: પ્રિયંકા ખરાડી ઉપપ્રમુખ: રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ: અનિતા પંડ્યા. ઉપપ્રમુખ: ગિરીશ પટેલ. તલોદ નગરપાલિકા પ્રમુખ તરીકે રમીલા ચાવડા, ઉપપ્રમુખ: મયુર પારેખ અને કારોબારી અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર શાહની વરણી કરવામાં આવી હતી.
જુઓ લિસ્ટ
કાલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે હસમુખ મકવાણા, ઉપપ્રમુખ: ગૌરાંગ દરજી અને કારોબારી ચેરમેન: જ્યોત્સના બેલદાર. વડનગર નગરપાલિકા, પ્રમુખ: મિકિતા શાહ ઉપપ્રમુખ: જયંતીજી હદુજી ઠાકોર, કારોબારી ચેરમેન: ઉત્તમ પટેલ, હારીજ નગરપાલિકાના પ્રમુખ પદે ધરતી સચદે, ઉપપ્રમુખ તરીકે કિંજલ મહેતા અને નવસારી નગરપાલિકાના પ્રમુખ: મનીષ પટેલ અને ઉપપ્રમુખ: તેજલ જોશીની તથા આંકલાવ નગરપાલિકા પ્રમુખ: ઉન્નતિ પટેલ ઉપપ્રમુખ: અમિતકુમાર પઢીયારની વરણી થઈ હતી. જ્યારે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન કોળી, ઉપપ્રમુખ: પરવેઝ મકારાણીને તક મળી હતી.