મહારાષ્ટ્ર

ભંડારાની ખાણમાં સ્લેબ તૂટી પડતા બે મજૂરનાં મોત, એક ઘાયલ

ભંડારાઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી મેન્ગેનીઝ ઓર (ઇન્ડિયા) લિમિટેડની ચિખલા માઇન્સ (ખાણ)માં સ્લેબ તૂટી પડતા બે મજૂરનાં મોત તથા એક જણ ઘાયલ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ખાણમાં 100 મીટરના ઊંડાણમાં સવારે નવ કલાકની શિફ્ટ વખતે આ ઘટના બની હતી. ત્રણ કાયમી કર્મચારીઓ કાટમાળ હેઠળ દબાઇ ગયા હતા જેમાંથી બે જણનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, એમ ભંડારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસે એક અહેવાલમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: પુણેમાં પાણીની ટાંકી તૂટી પડતાં પાંચ મજૂરનાં મોત, પાંચ ઘાયલ

બચી ગયેલા ત્રીજા મજૂર શંકર વિશ્વકર્માને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મૃતકોની ઓળખ વિજય નંદલાલ (50) અને અરુણ ચોરમાર (41) તરીકે કરવામાં આવી હતી. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button