પૅથોલોજી લૅબના માલિકે શેર ટ્રેડિંગ ફ્રોડમાં 42.35 લાખ ગુમાવ્યા

થાણે: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે પૅથોલોજી લૅબના માલિક સાથે 42.35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બદલાપુરના બેલાવલી વિસ્તારમાં રહેતા 47 વર્ષના ફરિયાદીનો આરોપીએ સંપર્ક સાધ્યો હતો અને શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી હતી.
આરોપીએ બાદમાં ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટ લિંક પાઠવી હતી, જેના થકી ફરિયાદીએ જૂન, 2023થી નવેમ્બર, 2024 દરમિયાન 42.35 લાખના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
આપણ વાંચો: રાજકોટમાં બેંક સાથે 93 લાખની છેતરપિંડી કરનારા આરોપીનાં આગોતરા જામીન કોર્ટે ફગાવ્યાં…
બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે આરોપી બાદમાં ફરિયાદીને વળતર આપવામાં નિષ્ફળ ગયો હતો અને તેણે પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો હતો.
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ સોમવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ હવે આરોપીની શોધ ચલાવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)