આમચી મુંબઈ

પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર ટ્રક-ટ્રેલરની ટક્કર, ડ્રાઈવરે જીવ બચાવ્યા પણ…

પાલઘરઃ પાલઘર જિલ્લામાં આજે વહેલી સવારે મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર એક ટ્રક અને ટ્રેલરની ટક્કર બાદ આગ લાગી હતી જેને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવર જીવ બચાવી ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ અકસ્માતને કારણે ભયંકર ટ્રાફિક જામ રહ્યો હતો.

Also read : મુંબઈના નાળાઓની સફાઈ આવતા સપ્તાહથી શરૂ થશે

આ ઘટનામાં કોઇપણ જાનહાનિ થઇ નહોતી. ટ્રક અને ટ્રેલર બન્નેમાં કંઇક માલ-સામાન લાદવામાં આવેલો હતો. બન્નેની ટક્કર દુર્વેશ ગામમાં વૈતરણા નદી પર થઇ હતી. તેમની ટક્કર બાદ વાહનોમાં આગ લાગી હતી, એમ તેમણે જણાવ્યું હતું,

આ બન્ને વાહનોના ડ્રાઇવરના જીવ સમય રહેતા બહાર કૂદી મારી દેતા બચી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. મનોરથી ઘટનાસ્થળે ફાયરએન્જિન રવાના કરાયા હતા. રાત્રે 12.15 કલાકે લાગેલી આગ પર 2.45 કલાકે કાબૂ મેળવવામાં આવ્યો હતો. બન્ને વાહનો આગમાં બળીને રાખ થઇ ગયા હતા. આ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Also read : મહારાષ્ટ્રના લાતુરમાં હાઇ-વે પર એસટી બસ પલટીઃ 38 જણ ઘાયલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button