તરોતાઝા

શું છે આ સ્ટેનોસિસ – સ્નાયુ સંકોચન?

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

સ્ટેનોસિસ આધુનિક યુગમાં ટેકનોલૉજીએ મોટું સ્વરૂપ લીધું છે. આ ટેકનોલૉજીએ શારીરિક અને માનસિક રીતે લોકો પર ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રભાવ પાડયો છે. જેથી શરીરમાં વિકૃતિઓ વધતી જાય છે. જીવતંત્ર તંત્રથી એટલું બધું બંધબેસી ગયું છે કે લોકો માટે હાનિકારક પણ પુરવાર થઈ રહ્યું છે. શારીરિક શ્રમ ઘટી ગયો છે. જેથી જાણે શરીરની અંદરનાં અવયવોની કાર્યક્ષમતા ઘટી ગઈ છે. જેના કારણે સ્નાયુઓ સંકોચાવા લાગ્યા છે. આમાં મૂળત્વે શારીરિક શ્રમની ઓછપ, બાહ્ય રસાયણયુક્ત ભોજન, નાની-નાની બીમારીઓનું નજરઅંદાજ કરવું. આ બધાને કારણે ભૌતિક અને ક્રિયાત્મક રીતે શરીરમાં ફેરફાર થઈ જાય છે. જે સ્વાસ્થ્યને બગાડે છે.

સામાન્ય રીતે જ્યારે સરળ સ્નાયુના સંકોચનને કારણે સંકુચિત થાય છે એટલે કે સ્નાયુઓ કે ધમનીઓ જે નલિકાસ્વરૂપે છે તેના પર દબાણ આવવું, સોજા આવવા કે અકસ્માતે તે સાંકડી થઈ જાય કે અવરોધાઈ જાય. તેને સ્ટેનોસિસ બીમારી કહેવાય છે. આ પીડાદાયક અને અસહનીય છે. આ રોગની અવસ્થા બાળથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જોવા મળે છે. આજ કાલ પુખ્તવયના લોકોમાં વધુ જોવા મળી રહી છે.

આનાં કારણો ઘણાંય છે. જન્મજાત ખામીઓ, અકસ્માત, ઘાવને કારણે, કેલ્સિફિકેશન, તીવ્ર એસિડીટી, કેફેન પદાર્થનું સેવન (દારૂ, ચહા, કૉફી, ધ્રૂમપાન, ચોકલેટ) અન્ય કેફેન યુક્ત પદાર્થ, વધુપડતા કૉસ્મેટિકનો ઉપયોગ, ડાયાબિટીસ, કૉલેસ્ટ્રોલ અને કૉલેસ્ટ્રોલનું જામવું, લોહી ગંઠાઈ જવું, બળતરા કરતો ખોરાક, વધુપડતી કબજિયાત, કોઈ શસ્ત્રક્રિયાને કારણે, વધુપડતી દવાઓને કારણે, લાંબી માંદગીને કારણે સ્ટેનોસિસ થાય છે. નલિકાવાળી ધમની અને સ્નાયુઓનું સંકોચન થઈ જાય છે, આના ઘણા પ્રકારો છે.

હૃદયના વાલ્વ સંકીર્ણતા – પલ્મોનરી વાલ્વ સંકીર્ણતા, મિટલ વાલ્વ સંકીર્ણતા, એરોટીક વાલ્વ સંકીર્ણતા. અથવા મહાધમની સ્ટેનોસિસ આમાં રકતના સામાન્ય પ્રવાહમાં અવરોધ આવે છે, જેથી હૃદયને નુકસાન થાય છે. ઑકિસજનની કમી જેથી શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દર્દ, બેહોશીપણું થાય છે. થાક લાગે છે આનું કારણ ઉચ્ચ રક્તચાપ, લોહી પતલું કરવાવાળી દવા, મૂત્રવર્ધક દવા, ચરબીનું વધુપડતું જામવું. આનાથી બચવા આહાર પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પ્રાકૃતિક ખોરાક તે પણ બળતરા વગરનો લેવો જોઈએ. રક્તચાપ (બી.પી.) નોર્મલ રાખવું જરૂરી છે.

સર્વાઇકલ સ્પાયનલ સ્ટેનોસિસ (કરોડજ્જુ) અંદરનું હાડકું સાંકડું થઈ જાય એથી અંદરની નસો પર દબાવ પડે, ઇન્ટરવર્ટેબલ ડીસનું લિક્વિડ સમાપ્ત થવું. ઇન્ટરવર્ટેબલ ડીસની નહેર સંકોચાવી, મણકાઓ એકબીજા પર આવી જવા, આના કારણે હાથપગ સૂના થવા, ચાલવાનું સંતુલન જવું, ગરદનમાં દર્દ, આંતરડાં અને બ્લેડરમાં સમસ્યા હાથપગમાં ઝણઝણાટી થવી વગેરે. મણકા (વર્ટીબ્રા)માં જયારે સ્ટેનોસિસ થાય ત્યારે કમરમાં ભયંકર દુ:ખાવો થાય, કરોડરજ્જુ વળવા માંડે. બળતરા થવા માંડે. ઘણીવાર સર્જરી કરવી પડે છે. આની માવજાત માટે કેલ્શિયમયુક્ત આહાર લેવો જોઇએ. એસિડીટી ન થવી જોઈએ કોલેસ્ટ્રોલ વધવું ન જોઈએ.

પાઇલોરિક સ્ટેનોસિસ આ સમસ્યા નવજાત શીશુમાં ઘણીવાર જોવા મળે છે. ગેસ્ટ્રિક પ્રોબ્લેમવાળામાં ઘણીવાર દેખાય છે. પેટનો નીચલો ભાગ જે નાનાં આંતરડાં સાથે જોડાય છે. ત્યાં આ સમસ્યા થાય છે. પાઇલોરસનું મોઢું સાકડું થઈ જાય છે. જેથી ખોરાક નીચે ઊતરવો મુશ્કેલ થાય છે. જેથી ઊલટી, ઓડકાર થાય છે. આ સમસ્યાને કારણે શરીરમાં ખનિજોની ઓછપ થઈ જાય છે. જેથી બીમાર જ રહે છે. વજન ઘટવું, ઊર્જાની કમી, મળત્યાગમાં મુશ્કેલી, મળમાં ચીકણો પદાર્થ આવવો. ઠંડાં પાણીનો નેપકીન પેટ ઉપર રાખવો અને સેમીસોલીડ ખોરાક લેવો, વધુ પેટ ભરીને ન ખાવું, ભારે, મીઠાઈવાળા ખોરાક ન લેવા. ગુદા સ્ટેનોસિસ ગુદાનું સંકુચન થવું, જેથી મળત્યાગ માટે મુશ્કેલી થાય. ખૂબ જ મોટા પ્રમાણમાં સોજો આવવો. આ કારણ પણ હોઈ શકે, ફાઇબ્રોસીસના કારણે, જન્મજાત રોગના કારણે અકસ્માતના કારણે. આ મળત્યાગ વખતે ઘણું લોહી પણ પડે છે. કબજિયાત ન થવી જોઈએ. કબજિયાતના ઉપચાર કરવા ઠંડાં પાણીના ટબમાં બેસવું ફાઇબરયુક્ત ખોરાક લેવો.

પિત્ત નળીનું સ્ટેનોસિસ લીવર સંબંધી બીમારીઓને કારણે થાય છે. લીવર સિરોસિસને કારણે ઘણીવાર કોશિકાઓ નષ્ટ થઈ જાય છે. નષ્ટ થયેલી કોશિકાઓથી જોડાયેલી હોવાને કારણે સાકંડી થઈ જાય છે. થાક લાગવો, ત્વચામાં ખંજવાળ, ભૂખમાં ઓછપ, વજન ઘટવું, પેટમાં પાણી ભરાવું, પગમાં સોજા, હાથની હથેળીમાં લાલિમા, ત્વચા અને આંખમાં પીળાપણું વગેરે થાય છે. બધી જાતના કેફેન બંધ કરવાં, પચવામાં હલકો હોય તેવો ખોરાક લેવો, તેલ સદંતર બંધ કરવું, ઠંડાં પાણીનો નેપકીન મૂકવો.

પલ્મોનરી સ્ટેનોસિસ-નાનપણમાં નિદાન થાય છે. શરૂઆતમાં જ આનો ઈલાજ જરૂરી છે, પણ ઘણીવાર વયસ્ક થાય ત્યાં સુધી ખબર પડતી નથી. અસ્થમાવાળા દર્દીમાં ઘણીવાર જોવા મળે છે. વધુપડતી દવાઓ કે પંપ લેવાના કારણે સોજા આવતાં આ તકલીફ થાય છે. જાણકાર પાસે નિદાન કરાવવું હિતવાહ છે. સ્ટેનોસિસ, ગર્ભાશયની ગ્રીવા, આંતરડાં, ગળા વગેરેમાં પણ થાય છે. સમયસૂચકતા વાપરીને નિદાન કરવું. કેમિકલયુક્ત ભોજન, સાકર, રિફાઇન્ડ તેલ, સોડા રંગવાળા પદાર્થો તેમ જ પરફયુમ વગેરે પર કાબૂ મેળવવો જરૂરી છે. અકસ્માતે થયેલ સ્ટેનોસિસ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button