મહારાષ્ટ્ર

નાગપુરમાં આકાર લઇ રહી છે મેગા ફિલ્મ સિટી

મુંબઈઃ ભારતની ત્રીજી અને સૌથી મેગા ફિલ્મ સિટી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આકાર લઇ રહી છે. વિદર્ભમાં ફઇલ્મોના નિર્માણને મુંબઈની સમકક્ષ વેગ મળે એ હેતુથી અહીં ફિલ્મસિટી ઊભી કરવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

રામટેક તાલુકાની નજીક આવેલા નવરગાંવ ખાતે ફિલ્મ સિટી બનાવવામાં આવી રહી હોઇ 128 એકર જમીન નિશ્ચિત કરવામાં આવી છે. આ જમીન ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ 15 દિવસમાં જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવશે. જોકે ફિલ્મ સિટી બનાવવા માટે એક સલાહકારની નિમણૂક પણ કરવામાં આવશે. મુંબઈ ફિલ્મસિટી અને રામોજી ફિલ્મ સિટી જેવી આ ફિલ્મસિટી હશે.

Also read: દેશની સૌથી મોટી ફિલ્મ સિટીના સ્થાપક Ramoji Rao નું 87 વર્ષની વયે નિધન

રામટેક એક કુદરતી વિસ્તાર છે જ્યાં તળાવો અને જંગલો આવેલાં છે. રામટેકનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ પણ એટલું જ છે. એવી પણ દંતકથા છે કે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button