મુંબઈની આર્થિક વિકાસ યોજના માટે MMRDA નો માસ્ટર પ્લાન તૈયાર…

મુંબઈ મેટ્રોપોલિટન રીજનને વૈશ્વિક સ્તરે નાણાકીય હબ તરીકે વિકસાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આ માટે મુંબઈના જુદા જુદા 19 સ્થળોએ વિવિધ પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે જેમાં સાત વેપાર કેન્દ્રનો સમાવેશ થાય છે. MMRDAએ તેની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ પણ આપી દીધું છે.
Also read : બાબા આમ્ટેની સંસ્થાને દસ કરોડની સહાય
મુંબઈ મેટ્રોપોલિટનને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે નીતિ આયોગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં અનેક નવા આર્થિક કેન્દ્રોના વિકાસની કલ્પના કરવામાં આવી છે. આ અંતર્ગત એમએમઆર રિઝનમાં સાત વેપાર કેન્દ્ર વિકસાવવામાં આવશે. આ સાત વિસ્તારોમાં વડાલા ફાઈનાન્સિયલ સેન્ટર સાથે બીકેસી, નવી મુંબઈ એરોસિટી, ખારઘર, કુર્લા અને વરલી, બોઈસર અને વિરાર બુલેટ ટ્રેન સ્ટેશન અને ગોરેગાંવ ફિલ્મ સીટીનો સમાવેશ થાય છે.
આ સેન્ટરોમાં શું વ્યવસ્થા હશે?:-
બીકેસીમાં હાઈ સ્ટ્રીટ રિટેલ મનોરંજનના સ્થળો, રહેણાક ઇમારતો તેમજ કોમર્શિયલ ઉપયોગો માટેની જગ્યા વિકસાવવામાં આવશે. બીકેસી બુલેટ ટ્રેન સ્ટેશન પર વિકાસ કાર્યો કરવામાં આવશે. અહીં રિવરફ્રન્ટ અને રહેણાંક ઇમારતો પણ બનાવવામાં આવશે.
કુર્લા અને વરલીઃ- કુર્લા અને વરલીની જમીન ઉપર ઓફિસો, હોટલ, હોસ્પિટલ મનોરંજન કેન્દ્ર અને કમર્શિયલ જગ્યાઓનો વિકાસ કરવાનો પ્રસ્તાવ છે.
વડાલાઃ– વડાલા ખાતે ફીનટેક્સ એપાર્ટમેન્ટ્સ, હોટેલ્સ વિકસાવવામાં આવશે.
નવી મુંબઈ એરો સીટીઃ- નવી મુંબઈ એરપોર્ટ નજીક એરોસીટી વિકસાવવામાં આવશે, જેમાં 5 સ્ટાર હોટલ,, મનોરંજન કેન્દ્ર અને પ્રદર્શન કેન્દ્ર હશે જેમાં એક નાનું મરીના પણ હશે.
ગોરેગાંવ ફિલ્મ સિટીઃ- અહીં અત્યાધુનિક ફિલ્મ સિટીની જેમ મનોરંજન ક્ષેત્રની સાથે ઉદ્યોગો અને વ્યવસાયને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
Also read : મુંબઈગરા માટે ખુશખબર, આવી રહી છે નવી ડિઝાઈનની ટ્રેન અને સર્વિસ પણ વધશે
બોઇસર વિરાર બુલેટ ટ્રેન સ્ટેશનઃ- આ બે બુલેટ ટ્રેન સ્ટેશનની નજીક ગ્રીનફિલ્ડ શહેરી ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે.