પુણેના ફ્લેટમાં આગ: વૃદ્ધાનો ભોગ લેવાયો

પુણે: પુણેના કોંઢવા વિસ્તારમાં આજે એક રહેવાસી બિલ્ડિંગમાં લાગેલી આગમાં 65 વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાનું હતું.
આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે એનઆઈબીએમ રોડ પર સનશ્રી બિલ્ડિંગમાં ચોથા માળના ફ્લેટમાં બપોરે ત્રણ વાગ્યે આગ ફાટી નીકળી હતી અને થોડા સમય પછી ચાર ફાયર એન્જિન આવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી.
સિનિયર ઇન્સ્પેક્ટર વિનય પાટણકરે આપેલી માહિતી અનુસાર ‘ઘટના સમયે ફ્લેટમાં ત્રણ વ્યક્તિ હતા. એક વ્યક્તિને સુરક્ષિત બહાર નીકળી ગઈ હતી પણ એક 65 વર્ષીય મહિલા અને એક પુરુષ એમ બે જણ ફસાઈ ગયા હતા. તેમને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, વૃદ્ધ મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો…મુંબઈગરા માટે ખુશખબર, આવી રહી છે નવી ડિઝાઈનની ટ્રેન અને સર્વિસ પણ વધશે
ફાયર બ્રિગેડના એક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર ટેબલ પર મૂકવામાં આવેલા ઝગમગ દીવાથી પડદામાં આગ લાગી હતી. આગ લાગવાના કારણની તપાસ થઈ રહી છે. (પીટીઆઈ)