વર્ષ 2024માં ગુજરાત શેરબજારમાં એક્ટિવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં દેશમાં નંબર વન
અમદાવાદઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના રિપોર્ટ પ્રમાણે 2024માં ગુજરાત શેરબજારમાં એક્ટિવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં સમગ્ર દેશમાં નંબર વન બન્યું છે. રાજ્યમાં નોંધાયેલા ઈન્વેસ્ટરોમાંથી 50 ટકા એક્ટિવ કેટેગરીમાં છે. જે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ કરતાં વધુ છે. 2014માં કેશ માર્કેટમાં ગુજરાતના ઈન્વેસ્ટરોનુ ટર્નઓવર 3.2 લાખ કરોડ હતું. તે 2024માં વધીને 23.5 લાખ કરોડે પહોંચ્યુ હતું.
અમદાવાદમાં જ 7.9 લાખ કરોડના શેર માર્કેટમાં વેપાર
2024 માં માત્ર અમદાવાદમાં જ ઈન્વેસ્ટરોએ 7.9 લાખ કરોડના શેર માર્કેટમાં વેપાર કર્યા હતા જેથી અમદાવાદ દેશનો સૌથી વધુ વેપાર કરનાર ત્રીજા નંબરનો જીલ્લો બન્યો હતો. સુરત પણ ટોપ-10 માં સામેલ હતું. સૌથી વધુ ટર્નઓવર ધરાવતા જીલ્લાઓમાં આઠમું સ્થાન હાંસલ કર્યું હતું. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1.79 કરોડ ઈન્વેસ્ટરો છે પરંતુ એકટીવની વ્યાખ્યામાં 71.1 લાખ જ છે. ગુજરાતમાં 96.8 લાખમાંથી 47.9 લાખ ઈન્વેસ્ટરો એકટીવ છે. ઉતર પ્રદેશમાં 1.23 કરોડમાંથી 39.9 લાખ ઈન્વેસ્ટરો એકટીવ છે.
Also read: શેરબજારની હરિયાળી શરૂઆત; આ શેરોમાં મોટો ઉછાળો
એકટીવ ઈન્વેસ્ટરોમાં ગુજરાતના 12.2 ટકા
દેશના કુલ એકટીવ ઈન્વેસ્ટરોમાંથી 40.4 ટકા માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત તથા ઉતર પ્રદેશનાં છે. જેમાં મહારાષ્ટ્રનું યોગદાન 18.1 ટકા, ગુજરાતનું 12.2 ટકા તથા ઉતર પ્રદેશનું 10.5 ટકા છે. અમદાવાદ 10.6 લાખ એકટીવ ઈન્વેસ્ટરો સાથે ત્રીજા, સુરત 7.9 લાખ એકટીવ ઈન્વેસ્ટરો સાથે પાંચમા તથા રાજકોટ 4.3 લાખ એકટીવ ઈન્વેસ્ટરો સાથે આઠમા સ્થાને છે. દેશમાં ટોપ 10 માં પુના, જયપુર, કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરો સામેલ છે.