મુંબઈ પોલીસે કબજે કર્યા સૈફના બ્લડ સેમ્પલ અને કપડાં
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન(saif ali khan)છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઈનમાં છે. થોડા દિવસો પહેલા જ તેના ઘરમાં એક શખ્સે ચાકુ વડે તેના પર હુમલો કર્યો હતો. સૂત્રો મુજબ હુમલાખોર ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ્યો હતો. સૈફ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતો. હાલ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ કેસમાં નવું અપડેટ આવ્યું છે. મુંબઈ પોલીસે સૈફના બ્લડ સેમ્પલ અને કપડાં એકઠા કર્યા છે. હવે આરોપીના કપડાં અને બલ્ડ સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સૈફ પર હુમલા પછી સીસીટીવીમાં દેખાયેલો આરોપી શરીફુલ જ હોવાની ખાતરી કરવા માગે છે પોલીસ
આરોપીના કપડા પર લોહીના ધબ્બા
અહેવાલ અનુસાર પોલીસે સૈફના હુમલા સમયે પહેરાલા કપડાં કબજે કર્યા છે. આરોપીના કપડા પર લોહીના ધબ્બા મળ્યા હતા, માટે પોલીસે સૈફના પણ બ્લડ સેમ્પલ એકત્ર કર્યા છે.
સૈફનો આરોપી પોલીસ કસ્ટડીમાં
સૈફના બ્લડ સેમ્પલ અને આરોપીના કપડાને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે .આરોપીના કપડા પર જે લોહીના ધબ્બા લાગેલા છે તે સૈફના લોહીના ધબ્બા છે કે નહી તે ફોરેન્સિક રિપોર્ટ દ્વારા જ માલુમ પડશે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી શરીફુલ ઈસ્લામની કસ્ટડી 29 જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે.
મેડિકલ રિપોર્ટમાં 5 જગ્યાએ મળ્યા છરીના ઘા
અભિનેતાના શરીર પર પાંચ જગ્યાએ ચાકુ મારવામાં આવ્યા હતા. તેની પીઠ, કાંડા, ગરદન, ખભા અને કોણીમાં ઈજાઓ પહોંચી હતી. તેનો મિત્ર ઝૈદી ઓટો રિક્ષામાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તેને લઈ ગયો હતો. સૈફના મેડિકલ રિપોર્ટથી આ વાત બહાર આવી છે.