ટેસ્ટના રૅન્કિંગમાં રિષભ પંતને ફરી ઝટકો, ટૉપ-ટેનની એક્ઝિટની લગોલગ આવી ગયો
દુબઈઃ આઇસીસીએ જાહેર કરેલા ટેસ્ટના નવા રૅન્કિંગમાં ટોચના બૅટર્સમાં કોઈ ફેરફાર નથી થયા, પરંતુ વિકેટકીપર-બૅટર રિષભ પંત ફરી એકવાર ટૉપ-ટેનની બહાર થઈ જવાની તૈયારીમાં છે.
નવાઈની વાત એ છે કે પાકિસ્તાનનો સાઉદ શકીલ એક જ ઝાટકામાં ત્રણ સ્થાન ઉપર આવીને આઠમા નંબરે જામી ગયો છે.
ઇંગ્લૅન્ડનો જૉ રૂટ હજી પણ 895 પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તાજેતરમાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેનો ટેસ્ટ મુકાબલો નીરસ હતો અને ત્રણ જ દિવસમાં ખતમ થઈ ગયો હતો, પરંતુ એ મૅચથી ટેસ્ટના રૅન્કિંગ્સ પર અસર જરૂર થઈ હતી.
ટેસ્ટના રૅન્કિંગમાં બુમરાહનું જ રાજઃ નંબર-વન રૅન્ક જાળવી…
પાકિસ્તાનનો સાઉદ શકીલ ટૉપ-ટેનમાં આવી જતાં પંત ઉપરાંત ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પણ અસર થઈ છે. તે આઠમા પરથી નવમા સ્થાને છે. ન્યૂ ઝીલૅન્ડના ડેરિલ મિચલને પણ એક ક્રમનું નુકસાન થયું છે. તે 10મા નંબર પરથી 11મા નંબર આવી ગયો છે.
આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં ભૂકંપ…ભારતના બે સ્ટાર બૅટર ટૉપ-ટેનની બહાર…
ટેસ્ટના બોલર્સમાં જસપ્રીત બુમરાહ હજી પણ નંબર-વન છે. તેના 908 અને બીજા નંબરના પૅટ કમિન્સના 841 રેટિંગ પૉઇન્ટ વચ્ચે બહુ મોટું અંતર છે.
ટેસ્ટના બૅટર્સમાં કોણ ટૉપ-ટેનમાં?
(1) જૉ રૂટ, 895 રેટિંગ
(2) હૅરી બ્રૂક, 876 રેટિંગ
(3) કેન વિલિયમસન, 867 રેટિંગ
(4) યશસ્વી જયસ્વાલ, 847 રેટિંગ
(5) ટ્રેવિસ હેડ, 772 રેટિંગ
(6) ટેમ્બા બવુમા, 769 રેટિંગ
(7) કામિન્ડુ મેન્ડિસ, 759 રેટિંગ
(8) સાઉદ શકીલ, 753 રેટિંગ
(9) સ્ટીવ સ્મિથ, 746 રેટિંગ
(10) રિષભ પંત, 739 રેટિંગ.