‘પુષ્પા 2’ના ડાયરેક્ટ સુકુમારના ઘરે IT વિભાગના દરોડા, મોટા ખુલસા થઇ શકે છે
હૈદરાબાદ: 17 ડિસેમ્બર 2024ના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘પુષ્પા 2‘ બોક્સ ઓફીસ પર તગડી કમાણી કરી રહી છે. એવામાં આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે બુધવારે ફિલ્મના દિગ્દર્શક સુકુમારના હૈદરાબાદમાં ઘર અને ઓફિસ પર દરોડા (IT raid on Pushpa-2 Director Sukumar) પાડ્યા છે. આજે વહેલી સવારે ડિરેક્ટર સુકુમાર હૈદરાબાદ એરપોર્ટ પર હતા આવકવેરા વિભાગના અધિકારીઓએ તેમને એરપોર્ટ પર પકડી લીધા અને ઘરે લઇ આવ્યા. સુકુમારના ઘરે આવકવેરા વિભાગના દરોડા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા મળી આવ્યાના અહેવાલો છે.
દરોડા પાડવા પાછળના કારણ અને દરોડામાં શું પુરાવા મળ્યા એ અંગે હજુ સુધી અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી. આવકવેરા વિભાગે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. ફિલ્મ નિર્માતા તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
કરચોરીની શંકા:
કથિત રીતે આવકવેરા અધિકારીઓને કરચોરીની શંકા છે. અધિકારીઓ દસ્તાવેજો ચકાસી રહ્યા છે. એવી આશંકા આવકમાં બિનહિસાબી વધારાની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ‘પુષ્પા 2’ના ડાયરેક્ટ સુકુમારના ઘરે IT વિભાગના દરોડા, મોટા ખુલસા થઇ શકે છે
‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. આ ફિલ્મે 1,5૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
પ્રોડ્યુસરના ઘરે પણ દરોડા:
મંગળવારે, નિર્માતા દિલ રાજુના ઠેકાણા પર પણ આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ રાજુનું સાચું નામ વેલ્માકુચા વેંકટ રમણા રેડ્ડી છે. તેઓ તેલુગુ સિનેમા માટે જાણીતા છે. તેમણે કેટલીક તમિલ અને હિન્દી ફિલ્મો માટે ફાઈનાન્સ પૂરું પાડ્યું છે અને શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ નામની પ્રોડક્શન કંપનીના માલિક છે.