Gir Somnath માં દીપડાએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત એક ઘાયલ, વન વિભાગ સક્રિય
અમદાવાદ : ગીર સોમનાથમાં(Gir Somnath)વન્ય જીવો દ્વારા માનવ હુમલામાં કિસ્સા અનેક વાર સામે આવે છે. જેમાં વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં દીપડાનો બે વ્યક્તિ પર હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હુમલામાં 44 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી છે.
દીપડા હુમલો કરી વાધાભાઈ વાઘેલાને ખેંચી ગયો
આ ઘટના અંગે વન વિભાગના અધિકારી કરણ ભાટિયાએ જણાવ્યું હતું કે, શનિવાર રાત્રે કોડિયા ગામના ગીર ગઢડા તાલુકામાં બે લોકો ઘરના ફળિયા ઉંઘતા હતા. ત્યારે દીપડાએ હુમલો કરીને વાધાભાઈ વાઘેલાને ખેંચીને થોડી દૂર સુધી ઘસેડીને લઈ ગયો હતો. તેમજ ગામ લોકોને તેને બચાવવાના પ્રયાસ કરે તે પૂર્વે તેમેને મારી નાખ્યા હતા. તેમજ તેની બાદ દીપડો ભાગી ગયો હતો. જોકે, તેની થોડી વાર બાદ દીપડો પરત આવ્યો હતો અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જેના લીધે તેને ગંભીર ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Also read: ગીર સોમનાથ સહિત અનેક સ્થળે એનઆઇએના દરોડા
દીપડાને પકડવા છ પાંજરા મૂકવામાં આવ્યા
દીપડાના આ અચાનક હુમલાથી ગામ લોકોમાં દહેશત ફેલાઈ છે. તેમજ વન વિભાગ પર દીપડાને પકડવા માટે એક્શનમાં આવ્યું છે. વન વિભાગે દીપડાને પકડવા માટે અલગ અલગ સ્થળોએ છ પાંજરા મૂક્યા છે. તેમજ દીપડાની હલચલ પર નજર રાખવા વન વિભાગના કર્મચારીઓને પણ સતર્ક કર્યા છે. તેમજ જો દીપડો દેખાય તો સ્થાનિકોને પણ વન વિભાગને તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. તેમજ લોકોને બને ત્યાં સુધી ઘરમાં જ ઉંઘવા માટે જણાવવામાં આવ્યું છે.