ઇન્ટરનેશનલ

20-25 મિનિટ મોડી પડી હોત તો મારી હત્યા…. શેખ હસીના થયા ઇમોશનલ

બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ સત્તા પરથી પોતાની હાકલપટ્ટી અંગે ગંભીર આરોપો કર્યા છે. શેખ હસીનાએ દાવો કર્યો છે કે તેમને અને તેમની નાની બહેન શએખ રેહાનાને મારવાનું રચવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ અવામી લીગ પાર્ટીના ફેસ બુક પેજ પર શુક્રવારે રાતે પોસ્ટ કરવામાં આવેલા એક ઑડિયો ભાષણમાં તેમણે આ દાવો કર્યો છે.
બાંગ્લાદેશમાં સ્થિતિ સમાન્ય થાવાનું કોઇ નામ નથી લઇ રહી. રોજ રોજ લઘુમતીઓ પર હુમલા થઇ રહ્યા છે. અત્યાચારો, હિંસા ચાલુ જ છે. એવામાં પૂર્વ પીએમ શેખહસીનાએ મોટો દાવો કરતા જણાવ્યું હતું કે ગયા વર્ષે પાંચ ઑગસ્ટે વિદ્યાર્થીઓની આગેવાનીમાં થયેલા હિંસક આંદોલન અને વિરોધ વચ્ચે તેઓ ઢાકામાંથી ભાગી ગયા હતા, પણ તેની થોડી જ મિનિટો પહેલા તેમની અને તેમની બહેનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ સમયે માત્ર ભગવાનની કૃપાથી જ તેઓ હત્યાના પ્રયાસોમાંથી બચી શક્યા હતા. બાંગ્લાદેશથઈ ભાગીને ભારત આવેલા શેખ હસીનાએ જણાવ્યું હતું કે જો અમે 20-25 મિનિટ મોડા પડ્યા હોત તો અમારી હત્યા થઇ ગઇ હોત.

હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ભાર સરકારે શેખ હસીનાના વિઝાની મુદત વધારી દીધી છે, તેથી હવે તેમને ભારતમાં રહેવામાં કોઇ સમસ્યા નથી. બાંગ્લાદેશથી ભાગ્યા બાદ શેખ હસીના ભારતના હિંડન એરબેઝ પર પહોંમચ્યા હતા. ત્યાંથી તેમને સુરક્ષીત જગ્યાએ રાખવામાં આવ્યા છે. દરમિયાન બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે 23 ડિસેમ્બરે ભારત સરકારને શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી. તેઓ ઘણી વાર શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી ચૂક્યા છે. શેખ હસીના સામે બાંગ્લાદેશમાં ઘણા હત્યા અને અપરાધના કેસ નોંધવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં 2024ના જાન્યુઆરીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી, જેમાં શેખ હસીનાની પાર્ટીએ મોટી જીત મેળવી હતી. તેમના પક્ષે 300માથી 224 બેઠક જીતી હતી. શેખ હસીના 2009થી બાંગ્લાદેશના વડા પ્રધાન હતા.

આ પણ વાંચો…ગાઝા સંઘર્ષ વિરામને ઇઝરાયલ કેબિનેટે આપી મંજૂરી, રવિવારથી થશે લાગુ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button