5.80 કરોડથી વધુ વખત જોવાયેલો આ વીડિયો જોયો કે? ના જોયો હોય તો જોઈ લો…
જીવનમાં એડવેન્ચર કરવાનું કોને ના ગમે? આપણે પણ જ્યારે ફરવા જવાનું પ્લાનિંગ કરીએ છે સૌથી પહેલાં એડવેન્ચર સ્પોટ જ મગજમાં આવે છે. ઊંચા ઊંચા પહાડો પર ચઢવું, રિવર રાફ્ટિંગ કરવું, ઊંચાઈ પરથી નીચે પાણીમાં કૂદવું, પેરાગ્લાઈડિંગ, રોક ક્લાઈમ્બિગ જેવી એક્ટિવિટી કરવાનો ક્રેઝ લોકોમાં દિવસે દિવસે વધતો જ જઈ રહ્યો છે. આ બધી એક્ટિવિટી સાંભળવામાં અને જોવામાં જેટલી હેપનિંગ લાગે છે એટલી જ જોખમી પણ હોય છે.
એટલું જ નહીં આપણે ઘણી વખત આવી એક્ટિવિટી કરતાં કરતાં ગંભીર અકસ્માત થયા હોવાના સમાચાર પણ સાંભળવા મળે છે. આજે આપણે અહીં વાત કરીશું એક આવા જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં વીડિયોની. આ વીડિયો અત્યાર સુધીમાં લાખ-બે લાખ નહીં પણ પાંચ કરોડ વખત જોવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે મહિલા ઊંચા પર્વત પર ઊભેલી છે અને પાણીમાં કૂદવાની તૈયારી કરી રહી છે. મહિલા આ એડવેન્ચર માટે ખૂબ જ ઉત્સુક હોય છે પણ એની સાથે સાથે એને ડર પણ લાગે છે. એવામાં જ એનો પગ લપસી જાય છે અને પછી તે અથડાતી કૂટાતી પાણીમાં પડી જાય છે. મહિલાને પોતાની જાતને સંભાળવાનો સમય પણ નથી મળતો અને આ આખો ઘટનાક્રમ જોઈને તેની સાથે રહેલી બે મહિલાઓ ચોંકી જાય છે પણ એ લોકો પણ તેની મદદ નથી કરી શક્યા.
મહિલા જે રીતે નીચે પડે છે એ જોતા સ્પષ્ટ છે કે તેને ગંભીર ઈજાઓ પહોંચી હશે. આ વીડિયો એડવેન્ચર એક્ટિવિટી પસંદ કરનારા લોકો માટે આંખો ખોલનારો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં પાંચ કરોડ એંસી લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર kookslams નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.