Surat News: ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા પ્રેમમાં પડેલી સગીરાએ પ્રેમી સાથે શરીરસંબંધ બાંધતા ગર્ભવતી થઈ હતી. જે બાદ તેણે મેડિકલ સ્ટોર પરથી ગર્ભપાતની દવા ખરીદી હતી. જેના કારણે તેને ડિલિવરી થતાં ભ્રૂણને કચરામાં ફેંક્યું હતું. પોલીસે 300થી વધુ સીસીટીવી ચકાસીને ઘટના પરથી પર્દાફાશ કર્યો હતો.
શું છે મામલો
શહેરના પાંડેસરામાં રહેતી અને ધો. 10માં ભણતી એક સગીરા સોશિયલ મીડિયા દ્વારા એક કિશોરના પરિચયમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત થતાં પ્રેમમાં પડ્યા હતા. આ દરમિયાન તેઓ બહાર પણ મળતા હતા. પ્રેમમાં પાગલ બનેલી સગીરાએ આ દરમિયાન તેનું સર્વસ્વ સોંપી દીધું હતું. થોડા દિવસો બાદ તેને ગર્ભ રહી ગયો હતો. સમાજમાં બદનામી અને ઘરમાં બધાને ખબર પડી જવાના ડરે સગીરાએ ગમે તેમ કરીને ગર્ભપાત માટે વપરાતી દવા ખરીદી હતી. દવાની અસર થયા બાદ માતા-પિતા અને પાંચ બહેનોની હાજરી હોવા છતાં તેણે બાથરૂમમાં જઈ જાતે ડિલિવરી કરી હતી. એટલું જ નહીં ભ્રૂણ કચરામાં ફેંકી દીધું હતું.
પાંડેસરા પોલીસને 10 દિવસ પહેલા કચરાના ઢગલામાંથી એક ભ્રૂણ મળ્યું હતું. પોલીસે છ ટીમો બનાવીને આશરે 2 કિમીના વિસ્તારમાં લગભગ 300થી વધુ સીસીટીવી ચકાસ્યા. જેમાં ફૂટેજના આધારે અને લોકલ બાતમીદારની મદદથી પોલીસે સગીરાને શોધી કાઢી હતી. જેમાં તેણે ત્રણ વખત ફેરવી તોળ્યું હતું. પ્રથમ વખત સગીરાએ તેના પ્રેમીએ ગર્ભપાત માટેની દવા લાવી આપી હોવાનું જણાવ્યું હતું. બીજી વખત તેના સંબંધી ભાભીએ અને ત્રીજી વખત મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદી હોવાનું પોલીસને નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો…Gujarat Weather: ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ, 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ટાઢુંબોળ
સૂત્રોના કહેવા મુજબ સગીરાએ મેડિકલ સ્ટોર પરથી એમટીપી નામની ટેબલેટની કીટ ખરીદી હતી. આના કારણે છઠ્ઠા મહિને કસુવાવડ થઈ ગઈ હતી. અધૂરા મહિને આવેલા ભ્રૂણને તેણ કચરામાં ફેંકી દીધું હતું. જોકે પોલીસ તેની આ થિયરી સ્વીકારવા તૈયાર નથી. ઘરમાં આટલા સભ્યો હોય અને પ્રસુતિ થવાથી લઈ ભ્રૂણને બહાર ફેંકવા સુધીની ઘટના ધ્યાનમાં ન આવે તેવું બની શકે નહીં તેમ પોલીસ માને છે.