ખૂબ જ ખાસ છે નીતા અંબાણીની લિપસ્ટિક, હોઠ પર લગાવતાં જ…
વાત સુંદરતાની હોય કે ફેશનની કે પછી બિઝનેસ વર્લ્ડની. નીતા અંબાણી (Nita Ambani) દરેક બાબતમાં એકદમ અવ્વલ છે. 61 વર્ષેય પોતાની સુંદરતા અને સ્ટાઈલથી નીતા અંબાણી બોલીવૂડ એક્ટ્રેસની સાથે સાથે જ દીકરી ઈશા અંબાણી (Isha Ambani) અને બંને વહુઓ શ્લોકા મહેતા (Shloka Mehta) તેમ જ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ને પણ ટક્કર આપે છે.
આ પણ વાંચો : આ લોકો બનાવે છે Nita Ambani માટે નેકલેસ, કિંમત એટલી કે ખરીદી લેશો બુર્જ ખલીફામાં સેંકડો ફ્લેટ…
નીતા અંબાણીની ફેશન સેન્સની સાથે સાથે મેકઅપ પણ હંમેશા ઓન પોઈન્ટ હોય છે. એમાં પણ ખાસ કરીને નીતા અંબાણીના લિપ્સ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આવો જોઈએ શું ખાસ બનાવે છે નીતા અંબાણીના લિપ્સને…
નીતા અંબાણી હંમેશા જ એકદમ ક્લાસી અને એલિગન્ટ લૂકવાળી લિપસ્ટિક ફ્લોન્ટ કરે છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો નીતા અંબાણી પાસે 40 લાખ રૂપિયાનું લિપસ્ટિકનું કલેક્શન છે. નીતા પાસે દરેક ડ્રેસને મેચ કરતી લિપસ્ટિક છે અને એમાંથી કેટલાક લિપસ્ટિક શેડ્સ તો કસ્ટમ મેડ પણ છે.
મળતી માહિતી અનુસાર નીતા અંબાણીને હંમેશાથી જ રેડ, પીચ, ન્યુડ અને મેટ ફિનિશિંગવાળી લિપસ્ટિકવાળી લગાવવાનું ખૂબ જ પસંદ છે. નીતા અંબાણીના આ મોંઘાદાટ લિપસ્ટિક કલેક્શનની વાત કરીએ તો આ લિપસ્ટિકમાં સોના-ચાંદીની પેકેજિંગમાં આવે છે અને એને કારણે જ આ લિપસ્ટિક આટલી મોંઘી છે. સોના-ચાંદીથી બનેલી આ લિપસ્ટિક હોઠને વધારે સોફ્ટ અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે. ચોક્કસ જ નીતા અંબાણીનું લિપસ્ટિકનું કલેક્શન કોઈ પણ માનુની માટે તેમનું ડ્રીમ કલેક્શન છે.
આ પણ વાંચો : OMG, ટેરેસ પર આ શું કરી રહી છે આખી Ambani Family? જોઈ લો Viral Video…
આ સિવાય નીતા અંબાણીની બીજી કોસ્મેટિક્સની વાત કરીએ તે પણ એકદમ અલગ અને યુનિક છે. ટૂંકમાં વાત કરીએ તો નીતા અંબાણી તૈયાર થવા પાછળ જ લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે. એટલું જ નહીં પણ કેટલાક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે નીતા અંબાણી પોતાના મેકઅપ આર્ટિસ્ટને પણ લાખો-કરોડો રૂપિયાનો પગાર ચૂકવે છે. પણ એની વાત ફરી ક્યારેર કરીશું. નીતા અંબાણી અંબાણી પરિવારના લેડી બિગ બોસ છે અને તેમના ઠાઠ તો ન્યારા હોવાના જ ને…