તરોતાઝા

વેડિંગ ઈન્સ્યોરન્સ વિશે જાણો છો?

નિશા સંઘવી

ચેન્નાઈમાં ચક્રવાત મિચાંગને કારણે તાજેતરમાં આવેલાં પૂરને કારણે શહેરમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. એનાં કારણે ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો સ્થગિત થઈ ગયા હતા, જે મહિનાઓ અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા. આ કારણે અસંખ્ય લોકોને અસુવિધા સાથે ભારે નુકસાન પણ થયું હતું. હવે આ કુદરતી આફતને લીધે અનેક લગ્નો રદ થયાં, જેનું આયોજન હવે ફરીથી કરવું પડશે. જાણીતી ગ્લોબલ એજન્સી ઊંઙખૠ અને ‘ઇવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મૅનેજમેન્ટ ઍસોસિયેશન’ દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, ભારતમાં લગ્ન અને તેની સંલગ્ન શાખાઓને લગભગ 50 બિલિયનનો ઉદ્યોગ માનવામાં આવે છે. માત્ર હમણાં જ નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન અંદાજે 3.2 મિલિયન લગ્ન યોજાયાં હતાં. આમાંથી ચૈન્નઈ આસપાસનાં અનેક લગ્નો રદ થતાં એમણે કેવી ભારે આર્થિક નુકસાની ભોગવવી પડી હશે એ તમે કલ્પી શકો છો…આવી વખતે વેડિંગ ઈન્સ્યોરન્સ નુકસાનીમાં રક્ષણ કરી શકે છે માટે અણધાર્યાં જોખમોને વેડિંગ ઈન્સ્યોરન્સ દ્વારા કવર કરવા બહુ જ સમજણપૂર્વકનું પગલું છે. વેડિંગ ઈન્સ્યોરન્સના લાભ

*કુદરતી અથવા માનવસર્જિત અવરોધોને કારણે લગ્ન રદ થાય એવે સમયે થયેલું પ્રોપર્ટીનું નુકસાન અથવા ઇજા/મૃત્યુને કારણે થતું નુકસાન શામેલ છે.

*આ કવરમાં ‘પબ્લિક લાયાબિલિટી’ શામેલ છે, જેમાં પૉલિસીના સમયગાળા દરમિયાન પ્રસંગને સ્થળે અકસ્માતના પરિણામે ઇજા/નુકસાન થાય એને કવર કરે છે.

  • કુદરતી અથવા માનવસર્જિત અવરોધોને કારણે થનારા પ્રોપર્ટીના નુકસાનમાં અસ્થાયી સેટઅપ, ઝવેરાત અને અન્યનો સમાવેશ થાય છે.
  • પર્સનલ એક્સિડન્ટ કવર હેઠળ અગાઉથી આવરી લેવામાં આવેલી વ્યક્તિઓ માટે પંગુતા અથવા મૃત્યુ થાય તો એમને વળતર મળે છે.

વેડિંગ ઈન્સ્યોરન્સમાં શું શું કવર થાય છે?

  • પ્રસંગને સ્થળે ભૂકંપ/આગ અને અન્ય જોખમો આવે તો
  • ચોરી અથવા લૂંટફાટ થાય તો

*પૉલિસીમાં નામાંકિત થયેલી વ્યક્તિ લગ્નસ્થળે મૃત્યુ, વ્યક્તિગત ઈજા, હૉસ્પિટલાઈઝેશન અને પૉલિસીમાં નોંધેલ હોય એવા અન્ય કોઈ કારણે હાજર ન થાય તો પૉલિસીની રકમમાં કંકોત્રી છપાવવાનો ખર્ચો, કેટરર/લગ્નના હોલ માટે આપેલી એડ્વાન્સની રકમ, ડેકોરેટરને આપેલી એડ્વાન્સની રકમ, હોટેલ રિઝર્વેશન/યાત્રાની ટિકિટો વગેરેનો સમાવેશ થાય છે.

  • પૉલિસી હેઠળ વીમો કરેલી પ્રોપર્ટીને થયેલું વાસ્તવિક નુકસાન. આ કવરનો સ્કોપ આ પ્રમાણે છે….
  • ભૂકંપ અને આગ (સંબંધિત જોખમો શામેલ છે)
  • ચોરી અથવા લૂંટફાટ

*સામગ્રીના નુકસાનમાં ડેકોરેશન ખર્ચ, ઘરેણાં અને હીરા અને કીમતી પથ્થરો, ઉપકરણો, કીમતી ધાતુઓ અને અન્ય જેમનો પૉલિસી ડૉક્યુમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલો હોય એ..

*પર્સનલ એક્સિડન્ટ પૉલિસી આવરી લેવામાં આવેલી વ્યક્તિઓને આ ફાયદાઓ પ્રદાન કરે છે, જેમ કે…

*પૉલિસીમાં નામાંકિત કરેલી વ્યક્તિઓ જેમાં લોહીના સંબંધો શામેલ છે એમનાં એક્સિડેન્ટલ મૃત્યુ સામે આવરી લેવામાં આવે છે.

  • વીમો લેતાં પહેલાં જેમનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે એમની કાયમી સંપૂર્ણ અપંગતા અને કાયમી આંશિક
    અપંગતા વ્યક્તિઓ માટે આવરી લેવામાં આવે છે.

*‘પબ્લિક લાયાબિલિટી’ હેઠળ લગ્નના સ્થળે અકસ્માતોથી ઉદ્ભવતા ઈજા/મૃત્યુ સામે રક્ષણની ખાતરી આપે છે. તે થર્ડ પાર્ટીની સંપત્તિના નુકસાનને પણ આવરીલે છે.

વેડિંગ ઈન્સ્યોરન્સ પૉલિસીમાંથી શું શું બાકાત હોય છે?

  • સામાજિક અશાંતિ અથવા ‘બંધ’ ને કારણે રદ થયેલાં લગ્ન માટે વળતર આપવામાં આવતું નથી.

*આતંકવાદી ઘટના…

*પૉલિસી હેઠળ આવરી લેવામાં આવેલી વ્યક્તિ(ઓ)નું અપહરણ કરવામાં આવે તો…

*પરિવહન સેવાઓની ઉપલબ્ધતા ન હોવાને કારણે સમયસર સ્થળ પર ન પહોંચેલી વ્યક્તિઓના સંદર્ભમાં કરવામાં આવેલો દાવો મંજૂર ન થાય..

*લગ્ન પ્રસંગ રદ કરવાને કારણે થયેલાં પરિણામલક્ષી નુકસાન…

*યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે ઈન્સ્યોર્ડ વ્યક્તિને થયેલી ઈજા અથવા મૃત્યુ.

*જાતે સ્વયંને પહોંચાડેલી ઈજા અથવા આત્મહત્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button