Zero Balance હશે તો પણ કરી શકશો પેમેન્ટ, UPIનું આ ફીચર છે ખૂબ જ ખાસ…
છેલ્લાં કેટલાક સમયથી યુપીઆઈ (UPI) લોકો વચ્ચે ખૂબ જ મોટાપાયે પોપ્યુલર થયું છે અને મોટાભાગના લોકો પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરવા લાગ્યા છે. મર્સિડિઝ ચલાવતા મોટા માણસોથી લઈને રિક્ષા ચલાવનારો તદ્દન સામાન્ય કહી શકાય આમ આદમી સુધીના લોકો યુપીઆઈનો ઉપયોગ કરે છે.
પરંતુ શું તમને ખબર છે કે તમે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ યુપીઆઈથી પેમેન કરી શકો છો? નહીં ને, ચાલો આજે તમને આ કમાલના ફીચર વિશે જણાવીએ.
યુપીઆઈ આજકાલ રોજબરોજના જીવનમાં છૂટથી ઉપયોગમાં લેવામાં આવતી એપ બની ગઈ છે. ટેક્નોલોજીના બહુ જાણકાર ના હોય એવા લોકો પણ ખૂબ જ સરળતાથી યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકે છે. આજે અમે અહીં તમને યુપીઆઈના આવા જ એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ શું છે આ ફીચર…
યુપીઆઈના આ ખાસ ફીચર વિશે જણાવીએ એ પહેલાં તમને જણાવી દેવાનું કે એક દિવસમાં એક વ્યક્તિ યુપીઆઈની મદદથી એક લાખ રૂપિયા સુધીનું જ પેમેન્ટ કરી શકો છો.
આપણ વાંચો: શ્રીલંકા અને મોરેશિયસમાં પણ યુપીઆઈ સુવિધા શરૂ
હવે વાત કરીએ યુપીઆઈના ખાસ ફીચર્સ વિશે વાત કરીએ તો શું તમને ખબર છે કે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ તમે સરળતાથી યુપીઆઈથી પેમેન્ટ કરી શકો એમ છો?
જી હા, આવું શક્ય છે. યુપીઆઈના આ ફીચરને ક્રેડિટ લાઈન ફીચરના નામે ઓળખવામાં આવે છે અને આ ખૂબ જ ધૂઆંધાર ફીચર છે. તમે તમારી યુપીઆઈ એપમાં જઈને ખૂબ જ સરળતાથી આ ફીચરને એક્ટિવ કરી શકો છો. અહીંયા તમારી જાણ માટે કે આ ફીચરો ઉપયોગ કરવા માટે તમારે અમુક ચોક્કસ રકમ ફી તરીકે ચૂકવવી પડશે, એના વિના તમે આ ફીચરનો ઉપયોગ નહીં કરી શકો.
છે ને એકદમ ધાસ્સુ ફીચર? તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ ચોક્કસ કરજો.