કચ્છમાં નવા વર્ષની શરુઆતમાં Earthquake નો આંચકો, કેન્દ્રબિંદુ ભચાઉની નજીક
અમદાવાદ : ગુજરાતમાં નવા વર્ષની શરુઆતમાં જ કચ્છમાં ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 18 કિલોમીટર દૂર નોર્થ – નોર્થ ઇસ્ટ દિશામાં હતું. જેમાં શિયાળામાં ઠંડીના માહોલ વચ્ચે કચ્છમાં નોંધાયો ભૂકંપનો આંચકો નોંધાયો છે. મળતી માહિતી મુજબ ભૂકંપનો આંચકો સવારે 10.24 વાગે નોંધાયો હતો. જોકે, આ આંચકામાં જાન-માલના નુકશાનના કોઈ અહેવાલ નથી. વાગડ ફોલ્ટલાઈન સક્રિય બની ગુજરાતમાં વર્ષ 2001 ના વિનાશક ભૂકંપ બાદ ભચાઉ પાસેની વાગડ ફોલ્ટલાઈન સક્રિય બની છે.જેમાં અવારનવાર આ ફોલ્ટલાઈનની આસપાસ ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે.
ડિસેમ્બર 2024 માં ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવાયા ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2024 કચ્છમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં અગાઉ 7 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 7 ડિસેમ્બરે પણ ભૂકંપના કારણે કચ્છની ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. જયારે 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જયારે 29 ડિસેમ્બરના સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર કચ્છમાં સવારે 10.06 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Also read: કચ્છમાં ભૂકંપઃ અનેક તાલુકામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
ભૂકંપ કેમ આવે છે ? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
રિકટર સ્કેલ મદદથી ભૂકંપ તીવ્રતા મપાય છે રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.