ટોપ ન્યૂઝસ્પોર્ટસ

પુરુષ-મહિલાઓના આઇસીસી અવૉર્ડ માટે નૉમિનેટ થયા આ બે સ્ટાર ભારતીય ક્રિકેટર…

દુબઈઃ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 2024 ના વર્ષમાં ટી-20 ઇન્ટરનૅશનલમાં શાનદાર પર્ફોર્મ કર્યું અને જૂનના ટી-20 વર્લ્ડ કપમાં પણ તેનો પર્ફોર્મન્સ પ્રશંસનીય હતો જેને પગલે તે આઇસીસીના ટી-20 ફૉર્મેટ માટેના અવૅૉર્ડ નૉમિનેટ થયો છે. સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડ ઓપનર સ્મૃતિ મંધાના 2024ના વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રશંસનીય રમી એ બદલ તેને આઇસીસી વિમેન્સ ઓડીઆઇ (વન-ડે ઇન્ટરનૅશનલ) ક્રિકેટર ઑફ ધ યરના પુરસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવી છે.

આ પણ વાંચો : યશસ્વીએ ફીલ્ડિંગમાં ટીમ ઇન્ડિયાને ભારે નુકસાન કર્યું, જાણો કોને-કોને કેવા જીવતદાન આપ્યા…

પચીસ વર્ષનો અર્શદીપ સિંહ હાલમાં ભારતની મર્યાદિત ઓવર્સ માટેની ટીમમાં જ સિલેક્ટ થાય છે. 2024માં ટી-20 રમનાર મુખ્ય ક્રિકેટ દેશોમાં અર્શદીપ અને શ્રીલંકાનો સ્પિનર વનિન્દુ હસરંગા 36-36 વિકેટ સાથે મોખરે છે. અર્શદીપે 36 વિકેટ 18 મૅચમાં અને હસરંગાએ 19 મૅચમાં લીધી હતી.

જોકે અર્શદીપને જે પુરસ્કાર (મેન્સ ટી-20 ક્રિકેટર ઑફ ધ યર) માટે નૉમિનેટ કરવામાં આવ્યો છે એ માટે બીજા ત્રણ દાવેદારો પણ છે. એમાં પાકિસ્તાનના બાબર આઝમ, ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝાનો સમાવેશ છે.

અર્શદીપ 36 વિકેટ સાથે એક કૅલેન્ડર-યરમાં સૌથી વધુ ટી-20 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ભારતીય બોલર્સમાં ભુવનેશ્વર કુમાર (37 વિકેટ) પછી બીજા સ્થાને છે. અર્શદીપે આ વર્ષના ટી-20 વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે સૌથી વધુ 17 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનનો ફઝલહક ફારુકી 17 વિકેટ સાથે તેની સાથે મોખરે હતો.

લેફ્ટ-હૅન્ડ ઓપનર સ્મૃતિ મંધાનાએ વર્તમાન સીઝનમાં 12 ઇનિંગ્સમાં કુલ 743 રન બનાવ્યા છે અને તેની બૅટિંગ-ઍવરેજ 61.91 છે. તેણે બે સેન્ચુરી ફટકારી હતી.

આ પણ વાંચો : Nitish Reddyએ ફટકારી શાનદાર સેન્ચ્યુરી, પણ ટ્રેન્ડમાં આવી Anushka Sharma? શું છે કનેક્શન?

મંધાનાએ આ પુરસ્કાર જીતવા સાઉથ અફ્રિકાની લૉરા વૉલ્વાર્ટ, શ્રીલંકાની ચમારી અથાપથ્થુ અને ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડ સાથે હરીફાઈ કરવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button