અમદાવાદ

અમદાવાદમાં 31St December એ નશો કરીને નીકળ્યાં તો ખેર નથી, આવો છે એક્શન પ્લાન

અમદાવાદઃ શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો અધીરા બન્યા છે, તો શહેર પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 6000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં માટે તૈનાત રહેશે. 31 ડિસેમ્બરને પગલે 6 હજારથી વધુ પોલીસકર્મીઓ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી અને પેટ્રોલિંગ કરશે. પોલીસ બ્રેથ એનાલાઈઝર સાથે વાહનચાલકોનું ચેકિંગ કરશે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં પહેલાથી મોટા કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં પણ અમદાવાદ પોલીસ સક્રિયતા પૂર્વક કાયદો અને વ્યવસ્થા જાળવવાની બાબતને લઈ સક્રિયતા પૂર્વક કામ કરી રહી છે.

આપણ વાંચો: થર્ટી ફર્સ્ટને કારણે મુંબઈ પોલીસના જવાનોની રજા રદ

અમદાવાદ શહેરમાં 31 ઉજવણીનો ટ્રેન્ડ છે જેને કારણે પોલીસ સક્રિય બની કામ કરશે. સૌથી વ્યસ્ત અને ઉજવણી માટે લોકપ્રિય ગણાતા શહેરના સીજી રોડ, એસજી હાઇવે, રીંગ રોડ, રિવરફ્રન્ટ અટલ બ્રિજ વગેરે જેવા મહત્ત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર બનાવી રાખશે. પોલીસ સુરક્ષા માટે બ્રશ એનેલાઇઝર સિસ્ટમ અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટની મદદથી નશીલો પદાર્થ સેવન કરનાર લોકોની તપાસ પણ કરશે.

માત્ર અમદાવાદ જ નહીં સુરતમાં પોલીસે ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ કસવા માટે અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ પર ઊતરી ચેકિંગ શરૂ કરી દીધું છે.

આપણ વાંચો: થર્ટી ફર્સ્ટના મુંબઈગરાઓ માટે બેસ્ટની ભેટ

આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં, તે જણાવી શકે છે. સુરત શહેરમાં પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button