આમચી મુંબઈ

થર્ટી ફર્સ્ટના મુંબઈગરાઓ માટે બેસ્ટની ભેટ

નવા વર્ષના સ્વાગત માટે દોડાવશે સ્પેશિયલ બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષના સ્વાગત કરવા મુંબઈના દરિયા કિનારા પર ફરવા નીકળેલા મુંબઈગરા માટે બેસ્ટ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવવાની છે. રવિવાર મોડી રાતના ૨૫ વધારાની બસ દોડાવવામાં આવશે અને આવશ્યકતા જણાઈ તો તેમાં હજી વધારો કરાશે.

રવિવાર, ૩૧ ડિસેમ્બરના રાતના નવા વર્ષના સ્વાગત માટે ગેટ વે ઓફ ઈન્ડિયા, જુહૂ ચોપાટી, ગોરાઈ બીચ, માર્વે બીચ અને મુંબઈના અન્ય દરિયા કિનારા પર રાતના સમયે આવનારા પ્રવાસીઓની સુવિધા માટે બેસ્ટ ઉપક્રમ દ્વારા જુદા જુદા બસ રૂટ પર ૨૫થી વધુ બસ છોડવામાં આવવાની છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button