હેં, Taj Mahalને વેચવા માંગતા હતા અંગ્રેજો, પણ…
આગ્રામાં આવેલો તાજ મહેલ (Taj Mahal) દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને તેની સુંદરતાને કારણે તે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તાજ મહેલને પ્રેમની નિશાની પણ માનવામાં આવે છે.
દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો તાજ મહેલનો દિદાર કરવા માટે આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતની આ ઐતિહાસિક ધરોહરને અંગ્રેજો વેચવા માટે નીકળ્યા હતા? ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આ કિસ્સો જણાવીએ-
દુનિયામાં અનેક એવા લોકો છે કે જેઓ તાજ મહેલને જોવાની સાથે સાથે તેના વિશેની માહિતી પણ એકઠી કરવામાં રસ ધરાવે છે. આજે અમે અહીં તમારા માટે આવી જ એક ઈન્ટ્રેસ્ટિંગ માહિતી લઈને આવ્યા છીએ.
આપણ વાંચો: રામ મંદિરે તાજ મહેલને પાછળ છોડ્યો, નવ મહિનામાં આટલા કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી
તાજ મહેલનું નિર્માણ મોઘલ બાદશાહે કરાવ્યું હતું એ વાત તો બધા જ જાણે છે અને બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં આ ઐતિહાસિક સ્મારકનું નિર્માણ કરાવ્યું હતું. આજે ભારતની શાન બની ગયેલો આ તાજમહેલ પ્રેમની નિશાની તરીકે પણ ઓળખાય છે. પરંતુ ભારતની આ શાનને જ અંગ્રેજોએ વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેઓ આ આવું કરી શક્યા નહોતા.
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો અંગ્રેજોએ 1831માં તાજમહેલને વેચવાનો પ્રયાસ કર્યો હતો અને આ માટે બ્રિટિશ ગર્વનર વિલિયમ બેંટિંગે તાજ મહેલનો એક હિસ્સો તોડી પાડ્યો હતો.
આપણ વાંચો: Master Blaster Sachin Tendulkar તાજ મહેલ જોવા પહોંચ્યો અને થયું કંઈક એવું કે…
એ તોડી પાડેલા હિસ્સામાંથી નીકળેલા સંગમરમરની બોલી લગાવવામાં આવી હતી અને આ બોલીમાં એક ભારતીયએ તાજમહેલને ખરીદવાની રજૂઆત કરી હતી. જોકે, તે આ તાજ મહેલ ખરીદી શક્યો નહોતો.
કહેવાય છે કે ગર્વનર વિલિયમ બેંન્ટિગે તાજ મહેલની લીલામીની જાહેરાત અખબારોમાં આરી હતી અને અનેક લોકોએ આ માટે બોલી પણ લગાવી હતી. પરંતુ એ બધામાં આગ્રાના જ સેઠ લક્ષ્મીચંદને સૌથી વધારે બોલી લગાવી હતી. તેમણે તાજ મહેલની કિંમત સાત લાખ રૂપિયા લગાવી હતી અને લોર્ડ વિલિયમને આ બોલી ખૂબ જ ઓછી લાગી હતી. આ કારણે તેમણે આ ઓક્શનને રોકી દીધું હતું અને તાજમહેલ વેચાતા અટકાવી દીધું હતું.