દ્વારકા: ગુજરાતના દ્વારકા ઓખા જેટ્ટી(Okha Jetty)પર અકસ્માત સર્જાયો છે. જેમાં ઓખા પેસેન્જર જેટ્ટી પર ચાલી રહેલા કામ દરમ્યાન ક્રેન નીચે દબાઈ જવાથી ત્રણ મજૂરોના કરૂણ મોત નીપજ્યાં છે. જેમાં સમગ્ર દુર્ઘટનાની મળતી માહિતી મુજબ કોસ્ટગાર્ડની જેટ્ટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટતાં ત્રણ મજૂરો દટાયા હતા. ક્રેન નીચે દબાયેલા મૃત શ્રમિકોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટ્ટી પર ગુજરાત મેરિટાઈમ બોર્ડ, કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગ, ફાયર ટીમ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો: ન્યૂ ફિશ જેટ્ટી પર બોટના માલિક સહિત બે જણનાં ગેસને કારણે ગૂંગળામણથી મૃત્યુ
અચાનક ક્રેન તૂટી પડતા મજૂરો નીચે દબાઈને પાણીમાં પડ્યા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઓખા જેટ્ટી પર કોસ્ટ ગાર્ડની જેટ્ટી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડી હતી. જે તૂટવાને કારણે તેની નીચે શ્રમિકો દબાઈ ગયા હતા.
આ ઘટના અચાનક કઈ રીતે બની તે દિશામાં હાલમાં તપાસ
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ તેમજ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે . આ અકસ્માતમાં ઓખા મરીન પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી છે. જેમાં મૃત્યુ પામનાર 1-જીતેન કરાડી, ઉંમર 23 વર્ષ, 2- અરવિંદ કુમાર, ઉંમર 24 વર્ષ છે.પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે આ ઘટના અચાનક કઈ રીતે બની તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય શ્રમિકોના નિવેદન લેવામાં પણ આવી રહ્યાં છે