મુંબઈમાં અહીં બ્રાન્ડેડ વસ્તુઓ મળે છે અડધી કિંમતે, તમે જાણો છો આ અનોખા માર્કેટ વિશે?
આપણામાંથી ઘણા લોકો અનેક વખત સારી અને સસ્તી વસ્તુઓ ખરીદવા માટે અલગ અલગ જગ્યાઓ અને બજારોમાં ફરી વળે છે. આ સિવાય અનેક લોકો બ્રાન્ડેડ અને યુનિક વસ્તુઓની શોધમાં ચોર બજાર પહોંચી જાય છે. આવું એટલા માટે કે અહીં બ્રાન્ડેડ વસ્તુઓ સસ્તી કિંમતમાં મળી રહી છે. પરંતુ મહત્ત્વની વાત તો એ છે એ આ ચોર બજાર દરેક શહેરોમાં નથી હોતી. અમુક મોટા શહેરોમાં જ હોય છે તે જ પ્રખ્યાક પણ હોય છે. પરંતુ શલું તમને ખબર છે દેશની સૌથી મોટી ચોર બજાર ક્યાં આવેલી છે?
તમને જાણીને નવાઈ લાગશે દેશની સૌથી મોટું ચોર બજાર દિલ્હી, બેંગ્લોર કે કોલકાતા નહીં પણ મુંબઈમાં આવેલું છે અને એ પણ એક નહીં બે. દેશની બે મોટી ચોર બજાર મુંબઈમાં આવેલી છે અને જેમાંથી એક એટલે મટન સ્ટ્રીટ અને બીજું એટલે કમાઠીપુરા. પરંતુ, આ પૈકી કમાઠીપુરાની દેઢ ગલીમાં આવેલું બજાર ઘણું પ્રખ્યાત અને મોટું ચોર બજાર છે. આ ચોર બજાર 70 વર્ષ જૂનું છે અને તેની શરૂઆત 1950માં કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 100 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું જૂનું જેકેટ, ખિસ્સામાં હાથ નાખ્યો તો…
મુંબઈના કમાઠીપુરા વિસ્તારની દેઢ ગલીમાં આવેલું આ ચોર બજાર વહેલી સવારે ચાર વાગ્યે શરૂ થાય છે અને સવારે આઠ વાગ્યે થાય છે, જ્યાં સામાન ખરીદવા માટે ખૂબ જ ભીડ પણ થાય છે. વાત જાણે એમ છે કે આ બજારમાં અનેક બ્રાન્ડેડ વસ્તુઓ અડધી કિંમતમાં મળે છે. આપણામાંથી ઘણા લોકોને એવું લાગે છે કે આ બજારનું નામ ચોર બજાર છે અને એટલે જ અહીં ચોરેલો સામાન આટલી સસ્તી કિંમતે મળતો હશે તો હકીકતમાં એવું કશું જ નથી.
અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈની આસપાસની નાની ફેક્ટરીઓમાંથી માલ આ બજારમાં આવે છે અને ઓછા ભાવે વેચાય છે. આ ઉપરાંત દેઢ ગલી માર્કેટના કેટલાક દુકાનદારો પણ બ્રાન્ડેડ કંપનીઓ પાસેથી ડિફેક્ટિવ સામાન ખરીદીને અહીં વેચે છે. જોકે, એક સમય હતો જ્યારે અહીં ચોરીનો સામાન વેચાતો હતો, પરંતુ હવે પરિસ્થિતિ ખૂબ જ બદલાઈ ગઈ છે. આંકડા પર વિશ્વાસ કરીએ તો આ માર્કેટમાં એક દિવસમાં 15 થી 20 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય છે.