ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગનો ઓડિયો થયો વાયરલઃ તમે પણ સાંભળો
અમદાવાદઃ ગુજરાતમાં નશાબંધી હોવાથી ઘણી એવી વસ્તુઓ છે જે વેચવા કે ખરીદવા માટે લાયસન્સ લેવું જરૂરી છે, પરંતુ જ્યાં લાયસન્સ કે પરવાનગી લેવામાં આવતી હોય ત્યાં ભ્રષ્ટાચાર થવાની સંભાવનાઓ વધી જાય છે. આવી જ એક લાંચ માગતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે અબાકારી વિભાગમાં જોવા મળતા ભ્રષ્ટાચારને છત્તો કરે છે. આ વીડિયો ક્લિપ સાથેની એક માહિતી યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ શેર કરી છે અને તંત્રને પગલાં લેવા અપીલ કરી છે.
યુવરાજ સિંહે જણાવ્યું છે કે ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ છે આ વિભાગ પાસે વેપારીઓએ પોતાના વેપાર કરવા મંજુરીઓ / લાઈસન્સ લેવા પડે છે. આ પ્રકારના લાઈસન્સ નશાબંધી અને આબકારી ખાતાના જિલ્લા અધિક્ષક દ્વારા આપવામાં આવે છે જેમાં મોલાસીસ નામે એક પ્રવાહી જેને ગોળની રસી કહેવામાં આવે છે.
Also read: ડાંગમાં TDO એસીબીની છટકામાં ઝડપાયા, બિલમાં સહી કરવા માંગ્યા હતા રૂ.6000…
શેરડીના પિલાણ બાદ બનતી ગોળની રસીમાંથી દારૂ બનતો હોવાથી ઘણા વેપારીઓઆ માલને એક્સપોર્ટ પણ કરે છે.
આ ઑડિયોક્લિપ નશાબંધી અધિકારી જીગ્નેશ તન્ના અને ગોળના વેપારી રાહુલ અધ્વર્ય વચ્ચેની છે. જેમાં તન્ના વેપારીને ગોળની રસીનો વેપાર કરાવી આપવાના બદલામા પોતે કમિશન પેટે ચેક મારફતે લાંચના નાણા આપવા કહી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે, અને જે ન આપે તો તેને સમાચાર પત્રમા ખોટા સમાચાર છપાવી દેવા ની ધમકી આપે છે.
તેમજ આ વાર્તાલાપ માં ડફોળ જેવા છો ? મુર્ખા છો ? તેવા શબ્દ પ્રયોગ કરે છે. યુવરાજસિંહે ઓડિયોક્લિપની વાતનું ટ્રાન્સસ્ક્રિપ્શન પણ આપ્યું છે અને સરકારને આ વિષયે બારીકાઈથી ચોક્કસાઈ કરવા અપીલ કરી છે.
તમે પણ જાણો ઓડિયોક્લિપમાં શું છે……..