આપણું ગુજરાત

PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની 2 હોસ્પિટલ સામે કાર્યવાહીઃ 90 લાખનો દંડ ફટકાર્યો

ગાંધીનગરઃ પીએમજેએવાય-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી હતી. ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી હતી. ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો હતા. બે હોસ્પિટલમાં કુલ રૂ.90 લાખથી વધુની રકમની પેનલ્ટી અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ ૧૯૬ કેસમાં અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પ્લેટ અને હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામીનેશન રિપોર્ટમાં છેડછાડ જોવા મળેલ હતી. જેના પરિણામે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જો કોઈ અન્ય હોસ્પિટલ કાર્યરત હશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Also read: ગુજરાતમાં PMJAYમાંથી નાણાં ખંખેરવા માત્ર હૃદય, ઘૂંટણ નહીં પણ મોતિયાનું પણ ઓપરેશન કરી રહ્યા છે ડૉક્ટરો

યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂ.૨,૯૪,૯૦,૦૦૦ પેનલ્ટી કરવામાં આવી હતી. ઉકત ક્ષતિઓ સાથે સંલગ્ન સ્પેશ્યાલીસ્ટ ડૉ.રાજેશ કંડોરીયાને યોજનામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. રાજકોટની જ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ હોસ્પિટલનું બી. યુ. સર્ટીફીકેટ અને ફાયર એન.ઓ.સી. એક્સપાયર્ડ થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું. તદઉપરાંત હૉસ્પિટલ પાસે એઈઆરબી સર્ટીફિકેટ પણ ન હતું. યોજનાની માર્ગદર્શિકા અનુસાર હૉસ્પિટલમાં જરૂરી મેનપાવર હાજર ન હતા.

હૉસ્પીટલમાં આઈસીયુમાં સ્વચ્છતા બાબતે અભાવ જોવા મળ્યો હતો. ઓટી નોટ અને એનેસ્થેસિયા નોટમાં ડૉકટર દ્વારા દર્શાવેલી માહિતીમાં વિસંગતા જોવા મળી હતી. જે બદલ કિષ્ના સર્જીકલ હૉસ્પિટલ – ઉપલેટા ને યોજના અંતર્ગત ઉકત ક્ષતિઓની પૂતર્તા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી હતી.

ભરૂચ ખાતેની જયાબેન મોદી હૉસ્પિટલમાં હૉસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટમાં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને ટીએમએસ સૉફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પરિણામે હૉસ્પિટલ દ્વારા આચરવામાં આવેલ ક્ષતિને ધ્યાને લઈ હાલમાં પ્રી-ઓથની કુલ રૂ.૩૩,૪૪,૦૩૧ રકમ રીકવરી કરવામાં આવશે. તેની પેનલ્ટી અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી સ્ટેટ ગ્રિવેન્સ રીડ્રેશલ કમીટિમાં લેવામાં આવશે.

વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું આ ગેરરીતિ બદલ હોસ્પિટલના પ્રી-ઓથની કુલ રૂ.૫૭,૫૧,૬૮૯/- રકમ રીકવરી કરવાનું તેની પેનલ્ટી અંગેનો નિર્ણય અગામી સમયમાં થનારી સ્ટેટ ગ્રિવેન્સ રીડ્રેશલ કમીટિમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Also read :PMJAYમાં ખોટા ઓપરેશન કરતા હો તો ચેતી જજો, સરકારે કર્યો આ બદલાવ

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના દર્દને દૂર કરવા માટેની યોજના છે જેમાં ગેરરીતિ કોઇપણ ભોગે ચલાવવામાં આવશે નહીં. આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આવી હૉસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button