અલૌકિક દર્શન : પ્રણવ-ઉપાસના: મનથી ઉપરી અવસ્થામાં પહોંચવાનું સમર્થ સાધન
-ભાણદેવ
તુરીયાવસ્થામાં પહોંચવું તે તો બહુ દૂરનાત છે અને તે હેતુ સાધકો માટે છે. અહીં તો આપણે અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણની ચિકિત્સા માટે પ્રણવ/ઉપાસનાનો વિચાર કરીએ છીએ.
પ્રણવ-ઉપાસના મનથી બહાર-મનથી ઉપરી અવસ્થામાં પહોંચવાનું સમર્થ સાધન છે. પ્રણવ-ઉપાસના દ્વારા દરદીને મનથી ઉપર પહોંચવાની અને મનથી ઉપરના પ્રકાશની એક નાનસરખી ઝાંખી મળી જાય તોપણ તેના દ્વારા મનની બીમારીમાંથી મુક્ત થવામાં અપરંપાર મદદ મળે છે.
મનની જ ભૂમિકા પર રહીને મનની સમસ્યાઓનું સમાધાન મેળવવું તે અતિ દુષ્કર કર્યા છે. મનસાતીત ભૂમિકાનો અતિ અલ્પ પ્રકાશ મળી જાય તોપણ તે પ્રકાશની સહાયથી મનની સમસ્યાઓનું સમાધાન મેળવવું સરળ બની જાય છે.
પ્રણવ-ઉપાસના મનસાતીત ભૂમિકાને પ્રકાશની ઝલક પામવા માટેનું સમર્થ સાધન છે.
અનિવાર્ય મનોદબાણ કે અનિવાર્ય કૃતિદબાણના દરદીને પ્રણવ-ઉપાસના માટે સમજાવીને તૈયાર કરવો જોઇએ. આવી રીતે સમજાવીને જો તેને પ્રણવ-ઉપાસના માટે તૈયાર કરી શકાય તો પછી કાર્ય ખૂબ સરળ બની જાય છે.
૨. પ્રાણાયામ:
પ્રાણાયામ મૂલત: અધ્યાત્મસાધન છે. યૌગિક સાધનામાં તો પ્રાણાયામ નાભિ છે. આમ છતાં આ અધ્યાત્મસાધનનો ઉપયોગ ચિકિત્સા માટે પણ થઇ શકે તેમ છે. અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણની બીમારીની ચિકિત્સા માટે પ્રાણાયમનો નીચે પ્રમાણે અભ્યાસ કરવો જોઇએ:
ઉજજાયી-સરલ સ્વરૂપ:
(૧) બંને નસકોરાંથી પૂરક અને બંક્ષને નસકોરાંથી રેચક કરવા. કુંભક કરવો નહીં.
(૨) પૂરક-રેચક દરમિયાન શ્વાસનળીના મુખ (glottis)ને અડધું બંધ રાખવું. આમ કરવાથી એક ધીમો મધુર અવાજ ઉત્પન્ન થશે. ઉજજાયી પ્રાણાયામના અભ્યાસ દરમિયાન આ અવાજ પર ધ્યાન રાખવું.
(૩) પૂરક અને રેચકનું પ્રમાણ ૧:૨ રાખવું, અર્થાત્ પૂરક કરતાં રેચક બમણો રાખવો. પ્રારંભમાં પૂરક ૫ સેક્ધડ માટે અને રેચક ૧૦ સેક્ધડ માટે કરવો. અભ્યાસ વધતાં આ સમયમર્યાદા ધીમેધીમે વધારી શકાય છે.
(૪) પૂરક દરમિયાન પેટ બહાર આવશે અને રેચક દરમિયાન પેટ અંદર જશે.
(૫) પ્રારંભમાં આ કુંભક વિનાના સરલ ઉજજાયી પ્રાણાયામનાં પાંચ આવર્તનો કરવાં. અભ્યાસ વધતાં આવર્તનોની સંખ્યા ધીમેધીમે વધારી શકાય છે.
આ પણ વાંચો…એક મહિના સુધી માંગલિક કાર્યો રહેશે બંધ, ખરમાસના નકારાત્મક પ્રભાવથી બચવા કરો આ ઉપાય…
અનુલોમ-વિલોમ:
(૧) પૂરક ડાબા નસકોરાથી કરવો.
રેચક જમણા નસકોરાથી કરવો.
પૂરક જમણા નસકોરાથી કરવો.
રેચક ડાબા નસકોરાથી કરવો.
આમ અનુલોમવિલોમ-પ્રાણાયામનું એક આવર્તન બને છે.
(૨) પૂરક-રેચક દરમિયાન શ્વાસનળીના મુખને બંધ કરવાનું નથી. તેથી નાદ ઉત્પન્ન થશે નહીં.
(૩) પૂરક અને રેચકનું પ્રમાણ ઉજજાયીની જેમ ૧:૨ રાખવુન. પ્રારંભમાં પૂરક ૫ સેક્ધડનો અને રેચક ૧૦ સેક્ધડનો કરવો. અભ્યાસ વધતાં આ સમયમર્યાદા ધીમેધીમે વધારવી. (ક્રમશ:)