અમદાવાદઆપણું ગુજરાત

ખ્યાતિ કાંડઃ પેનલ ડૉકટરની તપાસમાં મોટો ખુલાસો, લોકોને ધમકાવીને કરાવતાં હતા ઑપરેશન…

Khyati Multispecialty Hospital Updates: અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ મોતકાંડ (Khyati Hospital Case) કેસમાં ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) હાલ તપાસ કરી રહી છે. પેનલ ડૉક્ટરની (Panel Doctor) તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં લોકોને ધમકાવીને ઑપરેશન કરાવતાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આરોપીઓ 90 ટકા બ્લોકેજ હોવાનું કહીને ઑપરેશન માટે દબાણ કરતાં હતા. તેમજ સરકાર રૂપિયા આપશે તેમ કહી ઑપરેશન કરાવતાં હતા. ખ્યાતિ કાંડની ટોળકી પૈસા માટે નિર્દોષ નાગરિકોને શીશામાં ઉતારતા હતા.

આ પણ વાંચો : શીતલહેરે ગુજરાતને બનાવ્યું ‘ઠંડુગાર’: નલિયામાં ઠાર વધ્યો; હાડ થીજાવતી ઠંડીની આગાહી

શનિવારે રાજશ્રી કોઠારીની થઈ હતી ધરપકડ

છેલ્લા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની શનિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી છે. અત્યાર સુધી આ કેસમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જે વિદેશમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી રાજશ્રી કોઠારી હોસ્પિટલના ડિરેક્ટર અને ભાગીદાર છે. ખ્યાતિકાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી.

રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલની ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસિટલમાં તેમની 3.61 ટકાની ભાગીદારી પણ છે. હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટીંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પીએમજેએવાય કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.

આ પણ વાંચો : ગુજરાતના 9 શહેરોમાં જીએસટી વિભાગે 6 કરોડથી વધુની ચોરી ઝડપી…

કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button