ICCના નવા અધ્યક્ષ જય શાહે બ્રિસ્બેન ઓલિમ્પિકના ટોચના અધિકારીઓ સાથે કરી મુલાકાત
બ્રિસ્બેનઃ આ મહિનાની શરૂઆતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર જય શાહે ગુરુવારે 2032 બ્રિસ્બેન ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી.
ક્રિકેટ 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં પરત ફરશે. ક્રિકેટને 2028 લોસ એન્જલસ ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. 2032માં બ્રિસ્બેનમાં ક્રિકેટને સામેલ કરવાને લઇને હજુ સુધી પુષ્ટી થઈ નથી. “ઓલિમ્પિક ચળવળમાં ક્રિકેટની સંડોવણી માટે આ ખૂબ જ રોમાંચક સમય છે – બ્રિસ્બેન 2032 ઓર્ગેનાઇઝિંગ કમિટી સાથે આજે બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયામાં બેઠક,” શાહે મીટિંગની તસવીરો સાથે ટ્વિટર પર પોસ્ટ કર્યું.”
શાહે બેઠકની તસવીરો સાથે ‘એક્સ’ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે ઓલિમ્પિક આંદોલનમાં ક્રિકેટની ભાગીદારીને લઇને ખૂબ રોમાંચક સમય છે. આજે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં 2032 ઓલિમ્પિક આયોજન સમિતિ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બ્રિસ્બેન 2032 ઓર્ગેનાઈઝિંગ કમિટીના ચીફ સિન્ડી હૂક અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલીએ હાજરી આપી હતી.
આ પણ વાંચો :કેપ્ટનનો ઇશારો અને હોટેલમાં જ રહી ગયો યશસ્વી બિચારો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ભૂતપૂર્વ સચિવ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારથી ગાબા ખાતે શરૂ થનારી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ નિહાળશે તેવી અપેક્ષા છે. શાહની પ્રાથમિકતાઓમાંની એક ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજનનો વિવાદ ઉકેલ શોધવાનો છે. તમામ હિતધારકોએ હાઇબ્રિડ મોડલ માટે સહમત થયા છે પરંતુ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે ટુર્નામેન્ટના ભાવિ અંગે અટકળો શરૂ થઈ છે.