ઇન્ટરનેશનલ

Syria માં સત્તા પરિવર્તન બાદ અમેરિકા એક્શનમાં, મધ્ય સીરિયામાં કરી એર સ્ટ્રાઈક

નવી દિલ્હી : સીરિયામાં(Syria)સત્તા પરિવર્તન બાદ હવે અમેરિકા એક્શનમાં આવ્યું છે. જેમાં અમેરિકાએ સીરિયામાં એર સ્ટ્રાઈક કરી છે. સીરિયામાં ઇસ્લામિક બળવાખોરોએ બશર અલ-અસદના શાસનને ઉથલાવી દીધું અને રાજધાની દમાસ્કસ પર નિયંત્રણ મેળવ્યું તે જ દિવસે અમેરિકાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલો કર્યો. રવિવારે બશર અલ-અસદ તેના પરિવાર સાથે દેશ છોડીને રશિયાની રાજધાની મોસ્કો ભાગી ગયા હતા. બળવાખોરો દ્વારા દમાસ્કસ પર કબજો કર્યા પછી સીરિયામાં અસદ પરિવારના પાંચ દાયકાના શાસનનો અંત આવ્યો. આ ઘટના બાદ અમેરિકી સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેણે મધ્ય સીરિયામાં 75 હવાઈ હુમલા કર્યા છે.

આઇએસઆઇએસના ઠેકાણાઓને નિશાન બનાવાયા

અમેરિકી સેનાએ પોતાના ભીષણ હવાઈ હુમલામાં આતંકી સંગઠન આઇએસઆઇએસના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. સીરિયામાં આઇએસઆઇએસનો ગઢ હતો. સીરિયાના મુખ્ય વિદ્રોહી જૂથ હયાત તહરિર અલ-શામ (HTS)નો ચીફ અબુ મોહમ્મદ અલ-જોલાની પણ આઇએસઆઇએસ સાથે સંકળાયેલો હતો. જોકે, બાદમાં HTSએ પોતાને આઇએસઆઇએસથી અલગ કરી લીધું અને તેની વિરુદ્ધ અભિયાન પણ શરૂ કર્યું.


Also read: સીરિયાથી ભાગીને પરિવાર સાથે રશિયા પહોંચ્યા અસદ, રાષ્ટ્રપતિ પુતિને આપ્યો રાજકીય આશ્રય


આતંકવાદી જૂથને અટકાવવાના ભાગરૂપે કાર્યવાહી

યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે 8 ડિસેમ્બર તેણે મધ્ય સીરિયામાં ISISના સ્થાનો અને આતંકવાદીઓને નિશાન બનાવીને ડઝનેક હવાઈ હુમલા કર્યા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ આ હુમલો આતંકવાદી જૂથને બહારની કાર્યવાહી કરતા અટકાવવાના મિશનના ભાગરૂપે કર્યો હતો.

બી-52 બોમ્બરે ISISના સ્થાનો પર તબાહી મચાવી હતી

નોંધનીય છે કે યુએસ એરફોર્સના બી-52, એફ-15 અને એ-10 સહિત ઘણા એરક્રાફ્ટનો ઉપયોગ ISISના નિશાનો પર ચોક્કસ હવાઈ હુમલામાં કરવામાં આવ્યો હતો. રવિવારે સીરિયાની સ્થિતિ પર બોલતા, યુએસ પ્રમુખ જો બિડેને ચેતવણી આપી હતી કે અસદ શાસનનું પતન એ મધ્ય પૂર્વ માટે જોખમ અને અનિશ્ચિતતાની ક્ષણ છે. બાઇડને ચેતવણી આપી જો આતંકી સંગઠન આઇએસઆઇએસ સીરિયાની સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે તો અમે એવું નહિ થવા દઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button