અમદાવાદઆપણું ગુજરાત

BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને નેતા બનવું હતું, પણ…

અમદાવાદઃ બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને લઈ વિવિધ રહસ્યો સામે આવી રહ્યા છે. ઝાલા ચૂંટણી લડીને રાજકારણમાં પગદંડો જમાવવા માંગતો હતો. આ માટે તેણે ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ફોર્મ પણ ભર્યું હતું. પરંતુ રાજકીય દબાણના કારણે પરત ખેંચ્યું હતું. કરોડો રૂપિયાનું કૌભાંડ આચનારા ભૂપેન્દ્ર ઝાલાએ તે સમયે જાહેર કરેલી વિગતો પ્રમાણે, તેની પાસે રૂ. 17 લાખની એફડી હતી. તેમજ 3.75 કરોડની જમીન, પિતાના નામે 1 કરોડની એફડી દર્શાવી હતી. ઉપરાંત 44 લાખ ટેક્સ પણ ભર્યો હતો. એફિડેવિટમાં જાહેર કર્યા મુજબ, તેણે આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી દર્શાવી હતી. તેમજ બિઝનેસ માટે બેન્કમાંથી લૉન પણ લીધી હતી અને 5 લાખનું દેવું હતું.

તગડા વળતરની લાલચમાં હજારો નાના રોકાણકારોને શીશામાં ઉતારનારા ભૂપેન્દ્ર ઝાલાએ માત્ર 4 વર્ષના સમયગાળામાં કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેણે ઈલેક્ટ્રોનિક્સ શોરૂમ, શાળા-કોલેજો, ફાયનાન્સ પેઢી ખોલી હતી. ઈલેક્ટ્રોનિકસના શો રૂમથી તે રોકાણકારોથી લઈ એજન્ટોને ટીવી, ફ્રિજ જેવી ગિફ્ટો આપતો હતો. આ ઉપરાંત તે રોકાણકારોને આકર્ષવા ટુર ટિકિટની લલચામણી ઑફર પણ આપતો હતો.

આ પણ વાંચો…Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું

5 લાખના રોકાણ પર 32 ઈંચનું સ્માર્ટ ટીવી ફ્રી અથવા એન્ડ્રોઈડ ફોન, 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી એર ટિકિટની ઓફર આપતો હતો. તેમજ ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ તે આકર્ષક ઓફરો આપતો હતો, જેને લઈ તેના કસ્ટમર બેઝમાં થોડા જ મહિનામાં વધારો થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ સ્કેમમાં શિક્ષકોની પણ સંડોવણી સામે આવી છે. જેને લઈ રાજ્ય શિક્ષણ મંત્રીએ નિવેદન આપતાં જણાવ્યું, જો આમાં કોઈ પણ શિક્ષકની સંડોવણી હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button