પહેલા ચાર દિવસ સસ્તામાં મળશે ‘Pushpa 2’ની ટિકિટ પછી…
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ સ્ટારર ફિલ્મ પુષ્પા 2: ધ રૂલનો ક્રેઝ દરરોજ વધી રહ્યો છે. આ ફિલ્મ પાંચ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના મોટા બજેટને ધ્યાનમાં રાખીને ફિલ્મના નિર્માતા-વિતરકોએ રાજ્ય સરકારને ટિકિટના દર વધારવાની અપીલ કરી હતી, જેને કારણે દર્શકોને ટિકિટના ભાવ વધારે હોવાનો ડર સતત સતાવી રહ્યો છે. હવે એમ જાણવા મળ્યું છે કે સરકારે નિર્માતાઓને ટિકિટના ભાવ વધારવાની મંજૂરી આપી છે પરંતુ તે ચોક્કસ મર્યાદામાં રાખવામાં આવી છે અને તેના પર એક ખાસ શરત પણ લગાવવામાં આવી છે.
બે રાજ્યો – તેલંગાણા અને આંધ્રપ્રદેશની સરકારોએ એક આદેશ જારી કર્યો છે, જેમાં આ બંને રાજ્યોમાં ટિકિટની કિંમત 600 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતા-વિતરકોની ટિકિટના દર વધારવાની અપીલને ધ્યાનમાં લઇને સરકારે ગુરુવાર (5 ડિસેમ્બર) થી રવિવાર (9 ડિસેમ્બર) સુધી ફક્ત ચાર દિવસ માટે ટિકિટના દરો વધારવાની મંજૂરી આપી છે. જોકે, આ દર માત્ર 4 દિવસ માટે માન્ય રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ ફિલ્મના નિર્માતા-વિતરકોની ટિકિટના દર વધારવાની અપીલને ધ્યાનમાં લઇને ટિકિટના દરો વધારવાની પરવાનગી આપવામાં આવી છે.
Also read: ‘પુષ્પા’ Allu Arjunના બર્થ-ડે માટે પત્નીએ રાખી સ્પેશિયલ પાર્ટી
અગાઉ, ‘કલ્કી 2898 એડી’, ‘સાલાર’ અને ‘દેવરા’ જેવી મોટી તેલુગુ ફિલ્મોને પણ આવી પરવાનગી મળી હતી અને આ ફિલ્મોની ટિકિટના ભાવ વ્યક્તિદીઠ રૂ. 395, રૂ. 403 અને રૂ. 495ની વચ્ચે રાખવામાં આવ્યા હતા, પણ પુષ્પા ધ રૂલ’માં ટિકિટનો દર 600 રૂપિયા રાખવામાં આવ્યો છે.
Also read: ‘પુષ્પા પાર્ટ-2’માં અલ્લુ અર્જુનનો અવાજ ફરી શ્રેયસ તલપડે આપશે કે નહીં?
નોંધનીય છે કે પુષ્પા 2: ધ રૂલનો ક્રેઝ જોઇને નિર્માતાઓએ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 800 થી વધુ થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન કર્યું છે. અલ્લુ અર્જુનના ક્રેઝને કેશ કરવા માટે દરેક થિયેટરમાં અનેક શો ચલાવવામાં આવશે.
‘પુષ્પા 2′ અલ્લુ અર્જુનની કારકિર્દીની સૌથી મોટી રિલીઝ હશે કારણ કે આ ફિલ્મ સમગ્ર દેશમાં સોલો રિલીઝ હશે, જે તેને પ્રથમ બે અઠવાડિયા સુધી કોઈપણ સ્પર્ધા વિના બેરોકટોક અલ્લુ અર્જુનની પ્રસિદ્ધિનો લાભ ઉઠાવશે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ઐતિહાસિક ઓપનિંગ મળે તેવી શક્યતા છે. ચાહકોના વધતા ક્રેઝ અને એડવાન્સ બુકિંગને જોતા આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી શકે છે. પુષ્પા 2’ બોક્સ ઓફિસ પર, ખાસ કરીને હિન્દી બેલ્ટમાં રૂ. 53 કરોડથી રૂ. 58 કરોડની ઓપનિંગ કરે તેવી અપેક્ષા છે.