સ્પોર્ટસ

રોહિત શર્મા અને સાથી ખેલાડીઓ પહોંચી ગયા ઑસ્ટ્રેલિયાની સંસદમાં!

વડા પ્રધાન ઍન્થની અલ્બાનેઝે ભારતીય ક્રિકેટરોને મળ્યા પછી કહ્યું કે…

કૅનબેરાઃ પાંચ ટેસ્ટવાળી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતે પર્થમાં 1-0થી સરસાઈ લીધી ત્યાર બાદ હવે બીજી ટેસ્ટને આડે હજી ઘણા દિવસ બાકી છે એટલે ઑસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓને પ્રૅક્ટિસ ઉપરાંત અન્યત્ર પ્રવાસ સહિતની અન્ય પ્રવૃત્તિઓ માટે પુષ્કળ સમય મળી રહ્યો છે. બીજી ટેસ્ટ છઠ્ઠી ડિસેમ્બરે ઍડિલેઇડમાં રમાવાની છે અને એ પહેલાં શનિવારથી રમાનારી પ્રૅક્ટિસ મૅચ માટે ભારતીય ખેલાડીઓ પાટનગર કૅનબેરામાં પહોંચી ગયા છે જ્યાં તેમને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનેઝના યજમાન બનવાનો મોકો મળ્યો હતો.

બુધવારે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનેઝના આમંત્રણથી પાર્લમેન્ટ હાઉસમાં ગયા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસદ ગૃહમાં ઑસ્ટ્રેલિયાના પીએમ ઍન્થની ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓને મળ્યા હતા અને ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ સાથે થોડી વાતચીત પણ કરી હતી.

રોહિતે ટીમના ખેલાડીઓની પીએમ ઍન્થનીને ઓળખાણ કરાવી હતી.
આ મુલાકાત પછી પીએમ ઍન્થનીએ સોશિયલ મીડિયામાં ટીમ ઇન્ડિયા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને ભારતીય ખેલાડીઓ સાથેની મુલાકાત પછીની પ્રતિક્રિયામાં લખ્યું હતું કે `ભારતીય ક્રિકેટ ટીમ અદભુત છે અને શનિવારે કૅનબેરામાં શરૂ થનારી બે દિવસીય મૅચ પીએમ ઇલેવન નામની ટીમ માટે મોટા પડકાર સમાન છે. જોકે મેં તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું એમ મારો સપોર્ટ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને જ છે અને મને આશા છે કે એમાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ સફળ થશે જ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button