આમચી મુંબઈ

…તો મુંબઈગરા સંભાળીને પાણી વાપરજોઃ દાદર, પરેલ, પ્રભાદેવીમાં 22 કલાક માટે પાણી બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં લોઅર પરેલ પરિસરમાં ૧,૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા મેઈન પાઈપલાઈનનું કામ આવતી કાલે, ગુરુવારે રાતના ૧૦ વાગ્યાથી શુક્રવારના રાતના આઠ વાગ્યા દરમિયાન કરવામાં આવવાનું છે. તેથી 22 કલાક દરમિયાન દાદર, પરેલ, પ્રભાદેવી સહિતના અમુક વિસ્તારમાં સંપૂર્ણપણે પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં સમારકામની આંશિક અસર રહેશે.

લોઅર પરેલમાં સેનાપતિ બાપટ માર્ગ પર ગાવડે ચોકમાં રહેલી ૧,૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા મેઈન પાઈપલાઈનનું પાણીપુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવવાનું છે, આ કામ રાતના ૧૦ વાગે આ કામ ચાલુ કરવામાં આવશે. શુક્રવારે રાતના આઠ વાગે કામ પૂરું થશે. સમારકામ દરમિયાન આખી પાઈપલાઈનનો પાણીપુરવઠો બંધ કરવો પડશે.

મુંબઈના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને કરી રોડ, સખારામ બાળા પવાર માર્ગ, મહાદેવ પાલવ માર્ગ, એન.એમ.જોશી માર્ગ, બીડીડી ચાલ, લોઅર પરેલ, પરિસરમાં વહેલી સવારના ૪.૩૦ વાગ્યાથી સવારના ૪.૪૫ વાગ્યા સુધી કરવામાં આવતો પાણીપુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો : મુંબઈમાં રાજકીય ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડકઃ આઠ વર્ષ બાદ પારો આટલો ગગડ્યો

એન. એમ. જોશી માર્ગ-બીડીડી ચાલમાં બપોરના ૨.૩૦થી ૩.૩૦ વાગ્યા સુધી કરવામાં આવતો પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રભાદેવી પરિસર, પી.બાળુ માર્ગ, હાતિસકર માર્ગ, આદર્શનગર, જનતા કોલોની, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, વીર સાવરકર માર્ગ, એન.એમ. જોશી માર્ગ, સેનાપતિ બાપટ માર્ગ, પાંડુરંગ બુધકર માર્ગ, ગણપતરાવ કદમ માર્ગ, પ્રભાદેવી અને સમગ્ર લોઅર પરેલ સ્ટેશન પરિસરમાં નિયમિત રીતે બપોરના 3.30 વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કરવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button