મુંબઈ-થાણેમાં એક્ઝિટ પોલમાં ઠાકરે જ રાજા!
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા છે. મુંબઈ અને થાણે પટ્ટાના પત્રકારોના એક્ઝિટ પોલમાંથી ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે, જેણે સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. લોકસભા ચૂંટણીના આંકડાઓ અનુસાર, મહાવિકાસ આઘાડી મુંબઈની 20 વિધાનસભા બેઠકો પર અને મહાયુતિ 16 મતવિસ્તારોમાં આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપ-શિવસેના થાણે અને કલ્યાણ બેલ્ટમાં આગળ ચાલી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ થયું મતદાનઃ છેલ્લા કલાકોમાં થયું બમ્પર વોટિંગ…
વિધાનસભા ચૂંટણીમાં નિષ્ણાત પત્રકારો દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં મુંબઈ થાણેની 54 બેઠકોમાંથી મહાયુતિ 16થી 19 બેઠકો અને મહાવિકાસ અઘાડી 26થી 30 બેઠકો જીતશે. અન્ય પક્ષોના ઉમેદવારો 4 બેઠકો જીતી શકે છે. જેથી એક બેઠકના પરિણામ અંગે અનિશ્ર્ચિતતા છે.
આ પણ વાંચો : ઝારખંડ-મહારાષ્ટ્રના મતદાન વચ્ચે કોંગ્રેસે લીધો મોટો નિર્ણયઃ એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ નહીં લે…
2019ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ મુંબઈ, થાણે અને કોંકણમાં પોતાનો ગઢ જાળવી રાખ્યો હતો. મુંબઈ અને કોંકણ પ્રદેશની કુલ 65 બેઠકોમાંથી ભાજપને 27, શિવસેનાને 27, એનસીપીને 6 અને કોંગ્રેસને 6 બેઠકો મળી છે. જ્યારે અન્ય અને અપક્ષોએ 8 બેઠકો જીતી હતી.