આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: 3 ડઝન બેઠક પર બરાબરીનો જંગ, તફાવત ૫૦૦૦ મતથી ઓછો હતો

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. શાસક મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી બંને માટે ખરી કસોટી એવી ત્રણ ડઝન બેઠકો પર માનવામાં આવી રહી છે જ્યાં ૨૦૧૯ની ચૂંટણીમાં ૫૦૦૦થી ઓછા મતોના માર્જિનથી જીત અને હાર નક્કી કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં દરેક સીટ માટે રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે. દરેક યુક્તિ અજમાવવામાં આવી રહી છે. આકર્ષક વચનો દ્વારા ઉજ્જવળ આવતીકાલનું ચિત્ર પણ બતાવવામાં આવી રહ્યું છે. વચનો અને દાવાઓની આ ચૂંટણીની મોસમમાં તે બેઠકો વિશે પણ ચર્ચા થઈ રહી છે જ્યાં પરિણામોએ સત્તાની બ્લુ પ્રિન્ટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

37 બેઠક પર જીત-હારનો માત્ર 5,000 મતનો તફાવત
મહારાષ્ટ્રમાં ગઈ ચૂંટણીમાં ૩૭ બેઠકો એવી હતી જ્યાં જીત અને હાર વચ્ચેનો તફાવત પાંચ હજારથી ઓછો હતો. તેમાંથી પાંચ બેઠકો એવી હતી કે જ્યાં એક હજારથી ઓછા મતોના માજીર્નથી જીત અને હાર નક્કી થઈ હતી. એક બેઠક પર તો ૫૦૦થી ઓછા મતનો તફાવત હતો. શિવસેનાના ભાઈસાહેબ લાંડે રાજ્યની ચાંદીવલી વિધાનસભા બેઠક પરથી ૪૦૯ મતે જીત્યા હતા.

આ પણ વાંચો : ગડકરી પછી હવે ફડણવીસની બેગ પણ તપાસી ચૂંટણી પંચેઃ ભાજપે ઉદ્ધવ ઠાકરેને માર્યો ટોણો

એનસીપીના ઉમેદવાર ચંદ્રિકાપુરે મનોહર ગોવર્ધન ગોંદિયા જિલ્લાની અર્જુની-મોર્ગન બેઠક પર ૭૧૮ મતોના માર્જિનથી જીત્યા. ભાજપના રાહુલ સુભાષ રાવ પુણે જિલ્લાની દોડ બેઠક પરથી કુલ ૭૪૬ મતોથી, શિવસેનાના શાહજી બાપુ રાજારામ પાટીલ સોલાપુરના સાંગોલાથી ૭૬૮ મતોથી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના આશુતોષ અશોકરાવ કાલે અહેમદનગર જિલ્લાની કોપરગાંવ બેઠક પરથી કુલ ૭૪૬ મતોથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ૮૨૨ મતોથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા.

ચાર બેઠકોમાં એકથી બે હજાર મતનો તફાવત
એક હજારથી ઓછાના તફાવતવાળી આ પાંચ બેઠકો ઉપરાંત ભિવંડી પૂર્વ, મૂર્તિજાપુર, મુક્તાઈ નગર અને બીડ એમ ચાર બેઠકોમાં એકથી બે હજાર મતનો તફાવત નિર્ણાયક સાબિત થયો હતો. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આ ચારમાંથી એક- એક બેઠક જીતી હતી. એક સીટ પરથી સપાના ઉમેદવાર જીત્યા હતા જ્યારે બીજી સીટ અપક્ષના ફાળે ગઈ હતી.

૨૮ બેઠકોનું પરિણામ 2000થી 5000 મતોના તફાવતથી નક્કી થયું
મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮ બેઠકોનું પરિણામ બે હજારથી પાંચ હજાર મતોના તફાવતથી નક્કી થયું હતું. આ ૨૮ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર કમળ ખીલ્યું છે. એનસીપી છ બેઠકો પર, કોંગ્રેસ ચાર બેઠકો પર અને શિવસેના, એઆઈએમઆઈએમ, બહુજન વિકાસ અઘાડી અને સીપીઆઈ ઉમેદવારોએ બે બેઠકો અને એક-એક બેઠક પર જીત મેળવી હતી. એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.

31 બેઠક પર બે હરીફો વચ્ચેના મતનો તફાવત 5,000થી ઓછો હતો
જો આપણે વિધાનસભાના દષ્ટિકોણથી સામાન્ય ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો એવી ૩૧ વિધાનસભા બેઠકો હતી જ્યાં બે હરીફો વચ્ચેના મતનો તફાવત પાંચ હજારથી ઓછો હતો. આ ૩૧ વિધાનસભા મતવિસ્તારોમાંથી ૧૬ બેઠકો પર વિપક્ષ મહાવિકાસ અઘાડીના ઉમેદવારોની લીડ હતી, જ્યારે ૧૫ બેઠકો પર સત્તાધારી મહાયુતિના ઉમેદવારો આગળ હતા.
મહારાષ્ટ્ર ચૂંટણીના દૃષ્ટિકોણથી આ બેઠકોનો રાજકીય મિજાજ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે, આ આંકડાઓ લોકસભા ચૂંટણીના પરિણામો પર આધારિત છે અને વિધાનસભાની ચૂંટણીઓમાં મુદ્દાઓથી લઈને મતદાનની પદ્ધતિમાં ઘણો તફાવત છે. તેમ છતાં લોકસભા ચૂંટણીની પેટર્નને જોતા દરેક પક્ષ આ બેઠકો પર પોતાનું ગણિત ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker