આજનું રાશિફળ (07-10-2023): આ રાશિના જાતકોએ આજે જોખમ લેવાનું ટાળવું, જાણો કેવો હશે તમારો આજનો દિવસ
મેષ: વેપારીઓ માટે આજનો દિવસ નબળો સાબિત થશે. તમારી કોઇ ડિલ ફાઇન થતાં થતાં રહી જશે. તમે તમારી વાણી અને વ્યવહારમાં મીઠશ રાખજો. તો જ તમે લોકોનું દિલ જીતી શકશો.
જો તમે કોઇ મંગળ કાર્યમાં ભાગ લેવાના હશો તો ત્યાં સંભાળીને વાત કરજો. તમારો કોઇ મિત્ર જો તમારી પાસે પૈસા માંગે તો તેની મદદ જરુરથી કરજો.
વૃષભ: આજે તમે તમારી નિર્ણાયક શક્તીનો લાભ જરુરથી ઉઠાવજો. તમે તમારા ભવિષ્ય માટેનું કોઇ પ્લાનીંગ કરી શકશો. તમારો કોઇ જૂનો મિત્ર તમારી પાસે એણે તમને ઉધાર આપેલા પૈસા લેવા આવી શકશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ સાથે કોઇ અન્ય કામમાં પણ રસ વધશે. જો તમે તમારી સંપત્તીની વહેંચણી કરી રહ્યાં છો તો સમજી વિચારીને કરજો નહીં તો તમને નુકસાન થઇ શકે છે.
મિથુન: આજનો તમારો દિવસ ઉત્તમ રીતે ફળદાયી રહેશે. તમારા ઘરમાં કોઇ શુભ કે મંગલ કાર્યનું આયોજન થતાં ઘરના લોકો પ્રસન્ન રહેશે. કોઇ વાતને કારણા આજે કાર્યક્ષેત્રે અધિકારીઓથી નારાજ થઇ શકો છો. અટકેલા કામો આજે પૂર્ણ થઇ શકશે.
કર્ક: આજનો તમારો દિવસ મહદઅંશે ફળદાયી રહેશે. તમને કોઇ નવા કામની ચિંતા સતાવશે. વિદ્યાર્થીઓએ જો કોઇ પરિક્ષા આપી હશે તો આજે તેનું પરિણામ આવશે. લેવડ-દેવસમાં સાવધાની રાખજો. આજે કોઇ પણ જોખમ લેવાનું ટાળજો. તમે તમારા પરિવારના કોઇ સભ્યના લગ્નમાં આવી રહેલ અડચણ બાબતે મિત્રો સાથે વાત કરી શકશો. સંતાન તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરશે.
સિંહ: આજનો દિવસ તમારા માટે સફળતાના નાવા માર્ગ ખોલશે. તમે કોઇ વાતને લઇને ચિંતીત રહેશો. આજે કાર્યક્ષેત્રે અધિકારી તરફથી પ્રશંસા થશે. તમારું પ્રમોશન પણ થઇ શકે છે. તમારું કોઇ મોટું લક્ષ્ય પૂરું થશે. તમારા વિરોધીઓ તમારી સાથે કોઇ એવી વાત કરશે જેને કારણે તમે પહેલાંથી જ ચિંતીત છો. કોઇ જરુરી જાણકારીને લીક ના થવા દેતાં.
કન્યા: તમારો આજનો દિવસ દ્વિધાપૂર્ણ રહેશે જેને કારણે તમે ચિંતિત રહેશો. તમારે તમારા પિતાના આરોગ્યની સમસ્યાને લઇને તબીબની સલાહ લેવી પડશે. તમારો કોઇ મિત્ર તમને દગો આપી શકે છે જેના કારણે તમારું મોટું નુકસાન થઇ શકે છે. વેપારી વર્ગે આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું પડશે. વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસનો માર્ગ મોકળો થશે.
તુલા: આજનો દિવસ તમારી આવકમાં વૃદ્ધી કરાવશે. તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક થઇ શકે છે. જો તમારું કોઇ કામ લાંબા સમયથી અટકેલુ છે તો તમે આજે તે પૂર્ણ કરી શકશો. તમારે કોઇ પણ મહત્વની જાણકારીને કોઇ પણ અજાણી વ્યક્તી સાથે શેર ન કરવી. નહીં તો એ વ્યક્તી એનો ફાયદો ઉઠાવી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી તમે કોઇ ધાર્મિક યાત્રા પર જઇ શકશો.
વૃશ્ચિક: તમારો આજને દિવસ આરોગ્યની દ્રષ્ટિએ નબળો રહેશે. આજે આરોગ્ય સંબંધિત બાબતોને નજરઅંદાજ ન કરતાં નહીં તો કોઇ મોટી બિમારીને આમંત્રણ આપી શકો છો. તમારી કોઇ નવી સંપત્તિને ખરીદવાની યોજના પૂર્ણ થશે. કોઇ પણ આવશ્યક વાતમાં ઢીલ ના છોડતાં નહીં તો નૂકસાન થઇ શકે છે. તમે તમારી માતાને જો કોઇ વાયદો કર્યો છે તો એ આજે પૂરો થશે સંતાન પક્ષે કોઇ સારા સમાચાર સાંભળવા મળશે.
ધનુ: આજનો દિવસ બાકીના દિવસો કરતાં ઉત્તમ રહેશે. જો કોઇ પ્રોપર્ટી ડીલીંગનું કામ કરી રહ્યા છો તો આજે સોદો ફાઇનલ થશે. જે લોકો રોજગાર શોધી રહ્યાં છે તેમને આજે સારી તક મળશે. પરિવારના કોઇ સભ્યને લાંબા સમય બાદ મળવાથી આનંદ થશે. વિદેશમાં રહેતાં પરિવારના કોઇ સભ્યને લઇને આજે ચિંતીત રહેશો. તમે તામારી સંતાનની કોઇ ઇચ્છા પૂરી કરી શકો છો.
મકર: તમારો આજનો દિવસ સકારાત્મક પરિણામો લઇને આવશે. કાર્યક્ષેત્રે કોઇ જુનિયરને સાથે રાખીને કામ કરશો તો સમય કરતાં વહેલા કામ પુરૂ કરી શકશો. સંપત્તિ સંબધીત વાતમાં સ્પષ્ટતા રાખજો. પરિવારના કોઇ સભ્યની વાતનું ખોટું લાગી શકે છે. કેટલાકં લોકો તમારી સફળતામાં અડચણ ઊભી કરી શકે છે.
કુંભ: તમારો આજનો દિવસ મધ્યમ રહેશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરુર છે. તમારી કોઇ જૂની ભૂલ સામે આવતાં જીવનસાથી તમારાથી નારાજ રહેશે. લેવડ-દેવડ મામલે ઢીલ ના રાખતાં. કોઇની કહી વાતોમાં ના આવતા નહીં તો મૂશ્કેલી થઇ શકે છે. તમારા ઘરે કોઇ મહેમાન આવતા ખર્ચ વધશે.
મીન: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે તમારા કોઇ મિત્રને લાંબા સમય બાદ મળશો. જેની સાથે તમે જૂની નારાજગી દૂર કરી શકશો. વિદ્યાર્થીઓ જો કોઇ રમત-ગમતમાં ભાગ લેવા માંગે છે તો આજે તે માટે અરજી કરી શકશો. કોઇ જૂની નોકરીની ઓફર પાછી આવી શકે છે. જોકે તમે જ્યાં કામ કરી રહ્યાં છો ત્યાં જ કામ કરવું હિતાવહ રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે.