મનોરંજન

આજે કેકેનો જન્મદિવસ નથી, છતાં કેમ યાદ કર્યો ગૂગલે

છોડ આયે હમ વો ગલીયા…ગાઈને બોલીવૂડમાં એન્ટ્રી કરનારા પ્લેબેક સિંગર ક્રિષ્ણકુમાર કુન્નથને આજે અચાનક ગૂગલે યાદ કર્યો છે અને તેનું ડૂડલ બનાવ્યું છે. કેકેના નામે જાણીતા આ ગાયકનો જન્મદિવસ તો ઑગસ્ટ મહિનામાં છે ત્યારે અચાનક તેમને યાદ કરવાનું કારણ શું તેવો સવાલ થાય તો તેનો જવાબ એ છે કે આજે બોલીવૂડના પ્લેબેક સિંગર તરીકે કેકેનો જન્મ થયો હતો. આજના દિવસે કેકેનું પહેલું ગીત રિલિઝ થયું હતું. ગુલઝારની ફિલ્મ માચિસના જાણીતા ગીત છોડ આયે હમ વો ગલીયા…માં કેકેએ વૉઈસ આપ્યો હતો. જોકે આ ગીતમાં તેની સાથે બીજા ગાયકો પણ હતા.

કેકેનું પહેલું સુપરહીટ ગીત 1999માં રિલિઝ થયું. ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું સલમાન ખાન પર ફિલ્માવાયેલું ગીત તડપ તડપ કે ઈસ દિલ સે…કેકેના અવાજમાં હતું અને તેણે કમાલ કરી દીધી હતી અને તે લોકોમાં ખૂબ જ પ્રિય થયો હતો.
કેકે એક સેલ્સપર્સન હતો અને ગાવાનો ખૂબ શોખિન હતો. તેની નાનપણની મિત્ર જ્યોતિ ક્રિષ્ણા સાથે તેણે લગ્ન કર્યા હતા. જ્યોતિએ તેને સપોર્ટ કર્યો અને કેકેએ નોકરી છોડી સંગીત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે એકવાર દિલ્હી કાફેમાં કેકે ગાતો હતો અને ગાયક હરિહરણે તેને જોઈ લીધો. તેમની સલાહથી તે મુંબઈમાં શિફ્ટ થયો ને પછી માચીસના ગીતથી તેણે શરૂઆત કરી.

આ પણ વાંચો : કોણ છે એ એક વ્યક્તિને જેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે Aishwarya Rai-Bachchan? નામ જાણીને ચોંકી ઉઠશો

2022માં સ્ટેજ પર પર્ફોમ કરતા કરતા જ તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે ઢળી પડ્યો ને અચાનક લાખો ફેન્સન છોડી જતો રહ્યો. છેલ્લું ગીત તેમે સાવી ફિલ્મમાં ગાયું હતું. વાદા કરો…જે 2024માં રિલિઝ થયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button